જૂનાગઢ: આવતીકાલે રાષ્ટ્ર 78 મો સ્વાતંત્ર પર્વ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે આજે પર્વની પૂર્વ સંધ્યાયો જુનાગઢ શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢના પ્રભારી અને કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલે તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવીને બહાઉદ્દીન કોલેજથી પ્રસ્થાન કરાવ્યું હતું.
![જૂનાગઢમાં યોજાય તિરંગા યાત્રા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-08-2024/gj-jnd-03-yatra-vis-01-pkg-7200745_14082024185101_1408f_1723641661_257.jpg)
આ યાત્રા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સભાખંડમાં સમાપ્ત થઈ હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં જુનાગઢના લોકોએ ભાગ લીધો હતો. બે વર્ષ બાદ ફરી એક વખત સ્વાતંત્ર પર્વ નિમિત્તે આયોજીત થયેલી તિરંગા યાત્રામાં સૌ કોઈના હાથમાં તિરંગાથી જૂનાગઢનું વાતાવરણ દેશ ભક્તિના રંગમાં રંગાયેલુ જોવા મળ્યું હતું.
![જૂનાગઢમાં યોજાય તિરંગા યાત્રા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-08-2024/gj-jnd-03-yatra-vis-01-pkg-7200745_14082024185101_1408f_1723641661_273.jpg)
![જૂનાગઢમાં યોજાય તિરંગા યાત્રા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-08-2024/gj-jnd-03-yatra-vis-01-pkg-7200745_14082024185101_1408f_1723641661_659.jpg)
આ તિરંગા યાત્રામાં જુનાગઢ શહેરના તમામ અધિકારીઓ, પદાધિકારીઓ, ગિરનાર મંડળના સાધુ સંતો અને મોટી સંખ્યામાં શાળા અને કોલેજના બાળકોની સાથે જુનાગઢ વાસીઓએ ભાગ લીધો હતો અને એક મેકને 78 માં સ્વાતંત્ર પર્વની શુભકામનાઓ પણ પાઠવી હતી.