ETV Bharat / state

આખરે...મોરબી મચ્છુ નદીના પટમાં વિવાદિત બાંધકામ તોડવાની કામગીરી શરુ કરાઈ - Morbi News - MORBI NEWS

મોરબી મચ્છુ નદીના પટમાં વિવાદિત બાંધકામ મામલે આખરે બીમ તોડવાની કામગીરી શરુ કરાઈ. મોરબીના મચ્છુ નદીના પટમાં BAPS સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું હોય જ્યાં જ્યાં મોટી દીવાલ ઉભી કરાતા વિવાદ સર્જાયો હતો અને નદીના વહેણમાં અવરોધ પેદા થાય તેવું રીપોર્ટમાં સામે આવતા તંત્રએ બાંધકામ હટાવવા નોટીસ આપી હતી જેને પગલે સંસ્થા દ્વારા બીમ તોડવા માટેની કામગીરી શરુ કરવામાં આવી હતી.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 28, 2024, 4:48 PM IST

મોરબી: મચ્છુ નદીના પટમાં વિવાદિત બાંધકામ મામલે આખરે બીમ તોડવાની કામગીરી શરુ કરાઈ. મોરબીના મચ્છુ નદીના પટમાં BAPS સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું હોય જ્યાં જ્યાં મોટી દીવાલ ઉભી કરાતા વિવાદ સર્જાયો હતો. નદીના વહેણમાં અવરોધ પેદા થાય તેવું રીપોર્ટમાં સામે આવતા તંત્રએ બાંધકામ હટાવવા નોટીસ આપી હતી. જેને પગલે સંસ્થા દ્વારા બીમ તોડવા માટેની કામગીરી શરુ કરવામાં આવી હતી.

નોટીસ આપ્યા બાદ કામગીરી શરુઃ સ્વામીનારાયણ મંદિર બાંધકામ વિવાદ ખુબ ગાજ્યા બાદ કલેકટરે ટીમની રચના કરી રીપોર્ટ મંગાવ્યો હતો જેમાં બાંધકામ નદીના વહેણને અવરોધરૂપ હોવાનું સામે આવ્યું હતું. વધુ વરસાદ અને નદીનો પ્રવાહ વધવાની સ્થિતિમાં પુર જેવી સ્થિતિ નિર્માણ થઈ શકે તેમ હોવાથી ગેરકાયદે બાંધકામ હટાવવા માટે સંસ્થાને જણાવી દેવામાં આવ્યું હતું. જો કે આમ છતાં, મંદિર સંચાલકોએ મચક આપી ના હતી જેથી તાજેતરમાં ફરી ચીફ ઓફિસરે મંદિર સંચાલકોને નોટીસ ફટકારી બાંધકામ દુર કરવા તાકીદ કરી હતી.

શું છે ભવિષ્ય?: જેને પગલે આખરે સ્વામીનારાયણ મંદિર સંસ્થા દ્વારા દીવાલ પર રહેલ બીમ તોડવાની કામગીરી મોરબી જીલ્લા કલેક્ટર કે બી ઝવેરીના આદેશ બાદ કરવામાં આવી છે. બીમ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે તો સ્વામીનારાયણ મંદિર દ્વારા માપણી કામગીરી કરવામાં આવશે તેવું પણ સુત્રો જણાવી રહ્યા છે તો માત્ર બીમ તોડી ગ્રીલ બેસાડવામાં આવશે તેવું પણ સુત્રોએ ઉમેર્યું હતું.

  1. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વિરુદ્ધ યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, સાત વર્ષ બાદ યુવતીએ અવાજ ઉઠાવ્યો - Allegation of molestation against saint vadodara
  2. Narmada News : નીલકંઠધામ મંદિરના ઘુમ્મટ પર અર્પણ થઇ 1008 ફૂટની ફૂલોની માળા, વિશ્વ કીર્તિમાન બનાવશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.