ETV Bharat / state

સુરતના ઓલપાડમાં હોળી દહન બાદ સળગતા અંગારા પર ખુલ્લા પગે ચાલવાની પરંપરા - Walking On Burning Embers In Holi - WALKING ON BURNING EMBERS IN HOLI

રંગોનો તહેવારની હોળી સમગ્ર દેશમાં ઉજવાય છે. પરંતુ સુરતના એક ગામડામાં હોળી તદ્દન અલગ જ પ્રકારે ઉજવવામાં આવે છે. ઓલપાડ તાલુકાના સરસ ગામે હોળી દહન બાદ અંગારા પર ખુલ્લા પગે ચાલવાની અનોખી શ્રદ્ધા સાથેની વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 25, 2024, 6:39 AM IST

Updated : Mar 25, 2024, 9:57 AM IST

સુરતના ઓલપાડમાં હોળી દહન બાદ સળગતા અંગારા પર ખુલ્લા પગે ચાલવાની પરંપરા

સુરત: સુરત શહેરથી 35 કિલોમીટર દુર આવેલું ઓલપાડનું સરસ ગામ. આ નાનકડા ગામડામાં વર્ષોથી ચાલી આવેલી એક પ્રથા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પ્રથાને અંધશ્રદ્ધા કહો કે શ્રદ્ધા પણ આ ગામડામાં લોકો હોળી પ્રગટાવે છે અને ખુબ ધામધૂમથી હોળીની ઉજવણી કરે છે. હોળી દહન બાદ ત્યાંના લોકો પાંચથી છ સેન્ટિમીટર સુધી પાથરેલા અંગારા પર ચાલે છે. જી હા.. પાંચ વર્ષના બાળકથી લઇ 60 વર્ષના વૃદ્ધ સુધીના લોકો ઉઘાડા પગે અહીં ચાલતા જોઈ શકાય છે.

Walking On Burning Embers In Holi
Walking On Burning Embers In Holi

ધગધગતા અંગારા પર ચાલે છે લોકો

સરસ ગામમાં વર્ષોથી ચાલી આવતી હોળી દહન બાદ અંગારા પર ચાલતી પ્રથા એટલી વિખ્યાત થઇ ગઈ છે કે ઓલપાડ ગામના લોકો જ નહી પરંતુ આસપાસના ગામમાં વસતા લોકો પર હોળીના દિવસે અંગારા પર ચાલવા માટે સરસ ગામમાં પધારે છે. સાત ફેરા ફરીને લોકો અંગારા પર ચાલે છે તે નજારો પ્રથમ તો નરી આંખે પણ વિશ્વાસ ન બેસે તેવો હોય છે. આ નજારો જોવા માટે પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. સુરત સહિત આજુ બાજુના જિલ્લાના લોકો હોળી માતાના ધગધગતા અંગારા પર ચલાતા લોકોને જોવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

Walking On Burning Embers In Holi
Walking On Burning Embers In Holi

સરસ ગામે બાપ-દાદાના વખતથી ચાલી આવેલી પરંપરા હજુ જીવંત છે. આજે ગામજનો ચાલે છે તેમજ બહારની વ્યક્તિ પણ શ્રદ્ધાપૂર્વક ચાલી શકે છે. સરસ ગામમાં જ નહીં પરંતુ સુરત જિલ્લાના કોઈ પણ ગામમાં હોળીના દિવસે પ્રગટાવેલ દેવતામાં ચાલી શકે છે. જે હોળી માતાની શ્રદ્ધા છે. હોળીના દેવતાના અંગારા પર જ વર્ષમાં એકવાર ચાલી શકાય છે પરંતુ હોળીના દિવસ સિવાય આ આગના દેવતા પર ચાલી શકાતું નથી.

Walking On Burning Embers In Holi
Walking On Burning Embers In Holi

સરસ ગામની હોળીના દર્શન કરવા તાલુકા બહારથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શ્રદ્ધામાં ગળાડૂબ લોકોને અંગારામાં ચાલતા જોઈ સૌ કોઈ આશ્ચર્ય ચકિત થઇ જાય છે.

Walking On Burning Embers In Holi
Walking On Burning Embers In Holi
  1. છોટાઉદેપુરમાં ભરાતા ભંગોરિયા હાટમાં ઉમટ્યાં હજારો આદિવાસીઓ, એકસરખા પહેરવેશ સાથે નાચગાન હોળીની ઉજવણી કરી - Chhotaudepur Bhangoria Haat
  2. જો જો હોળી ધુળેટી રમવું મોંઘું ના પડી જાય, ત્વચાને બચાવવા માટે આટલું ધ્યાન રાખજો - protect your skin during Holi

Last Updated : Mar 25, 2024, 9:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.