સુરત: માંગરોળના તરસાડી નગરપાલિકામાં 103 સફાઈ કામદારોના સુપર વાઈઝર હેમંત ચૌહાણે પાલિકાના કારોબારી અધ્યક્ષ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પાલિકાના સત્તાધીશો દોડતા થઈ ગયાં હતાં. થોડા દિવસ અગાઉ હેમંતભાઈ અને સફાઈ કામદારો પાલિકા કચેરી કાયમી કરે તેવી માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતા.
ત્યારબાદ પાલિકાએ 42 કામદારોને કાયમી અને 61 કામદારોને કોન્ટ્રાક્ટ પર રાખવાનું નક્કી કર્યું હતું. જોકે તમામ કામદારોને કાયમી કરવામાં આવે તેવી રજૂઆત કરવા હેમંત ભાઈ સહિતના કામદારો પાલિકાના કારોબારી અધ્યક્ષ શૈલેષ ગાંગાણી પાસે પહોંચ્યા હતા. જોકે પાલિકાના કારોબારી અધ્યક્ષ શૈલેષ ગાંગાણીએ હેમંત ભાઈને જાતિ વિષયક ગાળો બોલી ધમકી આપી હતી અને આ મામલે હેમંતભાઈ કોસંબા પોલીસ મથકે પહોંચ્યો હતો, અને પાલિકાના કારોબારી અધ્યક્ષ શૈલેષ ગાંગાણી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. કોસંબા પોલીસે હાલ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.