અમદાવાદ: રાજ્યમાં કોર્પોરેટ ઓફસ બનાવવા માટે અલગ નીતિ નિયમો હોય છે. આ નિયમોમાં રાજ્ય સરકાર દ્વારા હવે ફેરબદલ કરવામાં આવી છે. અત્યાર સુધી જે નિયમો પ્રમાણે કોર્પોરેટ ઓફિસ બનાવામાં આવતી હતી. તે 2016 હોટેલ નીતિ પ્રમાણે બનાવવામાં આવતી હતી. તેના બદલે હવે 2024 હોટલ નીતિ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
શું છે નવો પરિપત્ર, ક્યાં નિયમોમાં થયો ફેરફાર ?: ગુજરાત સરકારના ડેવલપમેન્ટ પ્લાન મુજબ આર-3 ઝોનમાં આવાસ બાંધકામ માટે 0.3 ની (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) FSI આપવામાં આવી છે. પરંતુ 6 ઓક્ટોબરે જારી કરાયેલા હોટેલ પોલિસી પરિપત્રમાં આ ઝોનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રાજ્ય સરકારે રજીસ્ટર્ડ કંપનીઓ માટે કોર્પોરેટ-રજિસ્ટર્ડ ઓફિસો બનાવવા માટે આર-3 ઝોનમાં 0.7 ની વધારાની FSI (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) આપવા માટે 6 સપ્ટેમ્બરે ઔપચારિક પરિપત્ર બહાર પાડ્યો છે.
શું છે FSI ?: FSI એટલે કે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ જે જમીન વિસ્તાર સાથે આવરી લેવાતા ફ્લોર વિસ્તારનો ગુણોત્તર છે. તેને FAR ફ્લોર એરિયા રેશિયો પણ કહેવામાં આવે છે. સ્થાનિક સત્તાવાળાઓઆનું નિયમન કરે છે. ફ્લોર સ્પેસ ઇન્ડેક્સએ શહેર અને નગરોને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા વિસ્તાર પ્રમાણે FSI નક્કી કરેલ હોય છે. જે અત્યાર સુધી 0.3 હતી જે નવા નિયમો પ્રમાણે 0.7 નક્કી કરવામાં આવી છે.
આ વિસ્તારો પ્રભાવિત થશે, આમને મળશે લાભ: હવે સ્થિતિ એવી છે કે, મકાનો બાંધવા માટે ઓછા બાંધકામને મંજૂરી આપવામાં આવે છે અને કોર્પોરેટ ઓફિસો બનાવવા માટે વધુ બાંધકામની મંજૂરી આપવામાં આવે છે. આર-3 ઝોન બોપલ, આંબલી અને વૈષ્ણોદેવી છે. આ નિર્ણય બાદ હવે આ વિસ્તારોમાં રહેણાંક ઇમારતો કરતાં કોર્પોરેટ ઓફિસ વધુ બનાવી શકાય છે. હોટેલ નીતિ 2016 પ્રમાણે અત્યાર સુધી રાજ્ય સરકાર દ્વારા આર-3 ઝોનમાં માત્ર રહેઠાણ અને હોટલ બનાવવાની પરવાનગી આપવામાં આવતી હતી. આર-3 એટલે માત્ર રહેણાંક. આવી સ્થિતિમાં રહેણાંક મકાનોની સાથે કોર્પોરેટ ગૃહોને પણ રહેણાંક ઝોનમાં મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચો: