બોટાદ: સાળંગપુર BAPS મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઇ રહી છે. કારોબારી બેઠકમાં વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવશે તેમજ દેશમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAની સરકાર બનતા અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામા આવશે. કારોબારી બેઠકમાં પ્રદેશના હોદ્દેદારથી મંડળના પ્રમુખ સુઘીના કાર્યકર્તાઓ અપેક્ષિત છે. આમ અંદાજીત કુલ 1300 થી વધુ સંખ્યામાં કાર્યકર્તાઓ કારોબારીમાં ભાગ લેશે. બેઠકમાં સંગઠન પર્વની પણ જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આવી પહોંચ્યા છે.
બેઠકના અંતે નવા કાર્યકારી અધ્યક્ષનો પ્રસ્તાવ રજૂ થઇ શકે: બેઠકના અંતમાં કાર્યકારી પ્રદેશ અધ્યક્ષનો પ્રસ્તાવ રજૂ થઈ શકે છે. બેઠકને અંતે ગુજરાત ભાજપને નવા કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે. વર્તમાન પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ માટે જાહેરાત કરી શકે છે. અત્યાર સુધીમાં મૃત્યુ પામનારા ભાજપના નેતા માટે શોક પ્રસ્તાવ લાવવામાં આવશે. લોકસભા ચૂંટણીની સમીક્ષા બેઠકમાં હાથ ધરવામાં આવશે. અલગ અલગ ૩ સેશનમાં ચર્ચા કરવામાં આવશે. બેઠકના સમાપન સમારોહમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ હાજર રહેશે. બેઠકમાં ભાગ લેવા આવેલા લોકો માટે વિશેષ પ્રદર્શની ગોઠવવામાં આવી છે. પ્રદર્શનીમાં પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યો અંગે માહિતગાર કરવામાં આવશે.
બેઠકના અંતમાં અભિનંદન પ્રસ્તાવ પ્રસાર કરવામાં આવશે: ભાજપ ગુજરાત પ્રદેશની કારોબારી બેઠક BAPS અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર સારંગપુર ખાતે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બેઠક યોજાશે. પ્રદેશની કારોબારી નિરંતર સમયના ભાગરૂપે યોજાતી હોય છે જેના ભાગ રૂપે આગામી કારોબારી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીના અધ્યક્ષતામાં યોજાઈ છે. આ કારોબારી બેઠકમાં કેન્દ્રીય નેતૃત્વ પણ ઉપસ્થિત રહ્યું છે. કારોબારી બેઠકમાં વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવશે. દેશમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકાર બનતા અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામા આવશે.
બેઠકમાં 1400 લોકોની હાજરી જોવા મળશે: સાળંગપુર BAPS મંદિરે ગુજરાત પ્રદેશ ભાજપ વિસ્તૃત કારોબારીનો આજે છેલ્લો દિવસ છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી, રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો અને પ્રદેશ ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કારોબારી બેઠકમાં એવી ચર્ચા છે કે, આગામી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલની જગ્યા કોને મળશે તેની નિર્ણય થઈ શકે છે. બે દિવસીય કારોબારીનો આજે છેલ્લો દિવસ છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી, સાંસદો, રાજ્યનાં મંત્રીઓ, ભાજપના ધારાસભ્યો, રાજ્યનાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા તેમજ ભાજપના હોદ્દેદારો મળી 1400 જેટલા લોકોની હાજરી જોવા મળશે.
પ્રથમ દિવસે ભાજપના અનેક દિગ્ગજો આવ્યા: બોટાદ જિલ્લા ભાજપ દ્વારા ઢોલ નગારા અને કુમકુમ તિલક કરી તમામ નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાળંગપુર ખાતે યોજાનાર પ્રદેશ ભાજપ વિસ્તૃત કારોબારી બેઠકમાં હાજરી આપવા માટે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, ગોરધન ઝડફિયા, ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુડિયાની હાજરી જોવા મળી હતી.
ગુજરાતના વિકાસની ઝાંખી બનાવવામાં આવી: બોટાદ ખાતે ચાલી રહેલી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી વિસ્તૃત કારોબારીમાં આવતા કાર્યકર્તાઓ અને નેતાઓને માર્ગદર્શન માટે બે દાયકાઓમાં થયેલા ગુજરાતના વિકાસની ઝાંખી બનાવવામાં આવી છે. આ પ્રદર્શનમાં ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસના પોસ્ટરો મૂકવામાં આવ્યા છે. પોસ્ટરમાં બે દાયકાની વિકાસયાત્રા, વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણનું સૂત્ર લખ્યું છે.
મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષે પ્રદર્શનની મુલાકાત લીધી: પ્રદર્શનમાં સુરતનું ડાયમંડ બુર્સ, ગ્રીન એનર્જીનો હબ ગુજરાત, સ્ટાર્ટઅપ ગુજરાત, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, ગિફ્ટ સિટી, કચ્છમાં નિર્માણ પામી રહેલો સૌથી મોટો હાઇબ્રીડ રીન્યુએબલ એનર્જી પ્લાન, નવસારીમાં બની રહેલું મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક, ધોલેરા સેમિકન્ડક્ટર, દહેજ સેઝ, સેમી કંડકટર પોલિસી, નર્મદા ડેમ પરિયોજના, મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ અને સિરામીક ઉદ્યોગના પોસ્ટર દર્શાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.