સુરત: ધી કોસંબા મર્કન્ટાઇલ કો ઓ બેંક લિમિટેડમાં પ્રમુખના અઢી વર્ષ પૂર્ણ થતાં બીજા અઢી વર્ષ માટે પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.જેમાં ભાજપના જ બે જૂથો સામ સામે આવી ગયા હતા.બેન્કના ડિરેક્ટર અને પોલીસ ચોપડે વોન્ટેડ પરેશ શાહ ભાજપના બીજા જૂથ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાર કરવા આવતા ભાજપનું એક જૂથ અકળાઈ ગયું હતું અને તેઓએ પોલીસને ધરપકડ કરવા કહ્યું હતું. જોકે મતદાન બાદ ધરપકડ કરવાનું પોલીસે કહેતા ડિરેક્ટરો બેન્કના દાદર પર બેસી ગયા હતા અને બે કલાક સુધી બેન્કના ડિરેક્ટર પરેશ શાહને વોટિંગ કરવા દીધું ન હતું. અને હાજર મહિલાઓએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.
સામેના જૂથનું વોક આઉટ: જોકે બેન્કના ડિરેક્ટર પરેશ શાહએ વોટિંગ કરતા જ સામેના જૂથે વોક આઉટ કરી મતદાન કર્યું ન હતું ,હરીફ જૂથ ના 6 ડિરેક્ટરોએ બહાર નીકળતા જ પોલીસે પરેશ શાહ ની ધરપકડ કરી લીધી હતી ,જોકે વર્તમાન મંડળી ના પ્રમુખ ભરત ગોહિલ હરીફ જૂથના તમામ ડિરેક્ટરએ કરેલા હોબાળા ને ગેરકાનૂની ગણાવી દીધા હતા.
આરોપી 15 દિવસ થી ફરાર: હરીફ જૂથ ના ડિરેક્ટર એ બહિષ્કાર કરી વોક આઉટ કર્યા બાદ ગંભીર પોલીસ પર પણ આક્ષેપ કર્યો હતો ,એટ્રોસિટી એક્ટ જેવા ગંભીર ગુના નો આરોપી હોવા છતાં પોલીસે દબાણ વશ થઇ એની ધરપકડ કરી નહોતી અને ૨ કલાક સુધી પોલીસે એને રક્ષણ આપ્યું ,આરોપી છેલ્લા 15 દિવસ થી ફરાર હતો છતાં પોલીસે કેમ ડીરેક્ટરની ધરપકડ ના કરી ,કોઈ સામાન્ય માણસ હોય તો પોલીસ તરત એક્શન લેતી હોઈ છે તો આ આરોપીને કેમ છાવરવામાં આવ્યો જેવા ગંભીર આક્ષેપ કર્યા હતા
મેન્દેટ પ્રથા: શિસ્તબધ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં સુરત જિલ્લામાં જૂથવાદ ચરમસીમા પર આવી જતા ભાજપ ચિંતામાં મુકાઈ ગયું છે.તેમાં પણ ખાસ કરીને સહકારી ક્ષેત્રે ભાજપે આપેલ મેન્દેટ પ્રથા આગામી દિવસોમાં મોટું નુકશાન કરી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે.