તાપી: જિલ્લાના વ્યારા ખાતે 10 ફેબ્રુઆરી, શનિવારના રોજ 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત ક્રાર્યક્રમ' યોજાયો હતો. આ કાર્યક્રમમાં અલગ-અલગ તાલુકાઓના લોકોને બસમાં બેસાડી લાવવામાં આવ્યા હતા. જોકે, તંત્ર દ્વારા લોકો માટે કોઈ સુવિધા ન હોવાના અભાવે કાર્યક્રમમાં આવેલા લોકોએ ચાલુ કાર્યક્રમમાં પલાયન શરૂ કર્યું હતું.
પોલીસે કાર્યક્રમ સ્થળનો ગેટ બંધ કર્યો: વહેલી સવારથી અલગ-અલગ ગામો માંથી લાવવામાં આવેલ લોકોને બપોર સુધી ભુખા-તરસ્યા બેસાડી રાખતા લોકો અકળાઈ ઉઠ્યા હતા. કામ-કાજ બગડે નહિ તે માટે કાર્યક્રમ શરૂ થયાને થોડી વારમાં લોકોએ ચાલતી પકડતા લેતા અધિકારીઓ અને ચિંતા વધી ગઈ હતી. જેના પગલે તંત્ર હરકતમાં આવ્યું હતુ અને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ સ્થળનાં તમામ લોકોને રોકવા માટે ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેથી કાર્યક્રમમા ખાલી ખુરશીઓ ન દેખાય.
ખુદ ધારાસભ્યે સેવ્યું મૌન: વ્યારાની દક્ષિણાપથ હાઇસ્કૂલ ખાતે યોજાયેલા આ તાપી જિલ્લામાં વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમમાં વ્યારા વિધાનસભાના ધારાસભ્યને આ કાર્યક્રમ દરમિયાન પલાયન થતાં લોકોના ટોળા બાબતે પ્રશ્ન કરતા તેમણે કોઈપણ જવાબ આપ્યા વગર જ પોતેજ ચુંપ્પી સાંધી પલાયન થઈ ગયાં હતા.