ETV Bharat / state

મુખ્યમંત્રીએ સરસ્વતી નદીમાં થઇ રહેલ જળસંચય માટેની કામગીરીનું કર્યું નિરીક્ષણ - CM on a visit to Riverfront Project - CM ON A VISIT TO RIVERFRONT PROJECT

માતૃતીર્થ સિધ્ધપુર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નિર્માણાધિન સરસ્વતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં મુખ્યમંત્રીએ ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી સરસ્વતી નદીમાં થઇ રહેલ જળસંચય માટેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સંપૂર્ણ વિગત જાણવા માટે વાંચો આ અહેવાલ. CM on a visit to Riverfront Project

મુખ્યમંત્રીએ સરસ્વતી નદીમાં થઇ રહેલ જળસંચય માટેની કામગીરીનું કર્યું નિરીક્ષણ
મુખ્યમંત્રીએ સરસ્વતી નદીમાં થઇ રહેલ જળસંચય માટેની કામગીરીનું કર્યું નિરીક્ષણ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 1, 2024, 2:26 PM IST

મુખ્યમંત્રીએ તલસ્પર્શી વિગતો સવજીભાઈ ધોળકિયા તેમજ સિંચાઇ વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી (Etv Bharat Gujarat)

પાટણ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલ સરસ્વતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે આ માટેની તમામ તલસ્પર્શી વિગતો સવજીભાઈ ધોળકિયા તેમજ સિંચાઇ વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી.

સરસ્વતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ: સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં જળસંચયની કામગીરી માટે એક કિલોમીટર લંબાઈ અને અડધો કિલોમીટર પહોળાઈ ધરાવતા વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. 13 માર્ચ, 2024 ના રોજ શરૂ થયેલ આ પ્રોજેક્ટમાં અંદાજિત 20 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીના સમયગાળામાં 3 લાખ 20 હજાર ઘનમીટર જેટલું કામ થયું છે. આ પ્રોજેક્ટ વર્ષ 2024ના અંત સુધીમાં પૂર્ણ થશે. સરસ્વતી નદીના પટમાં તર્પણ વિધિ માટે તર્પણ કુંડ બનાવવામાં આવશે. જેનાથી માતૃતીર્થ સિધ્ધપુર આવતા શ્રદ્ધાળુઓની સુવિધાઓમાં વધારો થશે.

સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા: મુખ્યમંત્રીની આ મુલાકાત વખતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, સિંચાઇ વિભાગના સચિવ કે.પી. રાબડીયા, કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી બી.એમ. પ્રજાપતિ, પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલ, મદદનીશ કલેકટર હરિણી કે.આર., સિધ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ તેમજ સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની મુલાકાત: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે માતૃતીર્થ સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિર સામેના પટમાં નિર્માણ થઈ રહેલ રિવરફ્રન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. સરસ્વતી નદીને પુનઃજીવિત કરી જળસંચય માટેના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની મુલાકાત લઈ તે સ્થળનું પણ નિરીક્ષણ કર્યું હતું.

  1. સુરતના તરસાડીમાં 875 મીટર લાંબા રેલવે ઓવરબ્રિજનું ધારાસભ્ય ગણપત વસાવાએ કર્યું લોકાર્પણ - Inauguration of Railway Overbridge
  2. કુદરતી સૌંદર્યનો આ આહલાદક નજારો ઉત્તરાખંડનો નથી, રાજકોટના ધોરાજી પાસે આવ્યું છે આ સ્થળ - Natural Scenery of Osam mountain

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.