જૂનાગઢ: આગામી સાતમી તારીખ અને મંગળવારના દિવસે ત્રીજા તબક્કાનુ મતદાન યોજાવા જઈ રહ્યું છે. સાતમી તારીખે તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે તેવી શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે. સાતમી તારીખે લોકશાહીનું મહાપર્વ હોવાને કારણે પણ ગરમીની અસરો જોવા મળી શકે છે જેને કારણે હવામાન વિભાગે મતદારોને મતદાનનો સમય ગરમીની સ્થિતિને ધ્યાને રાખીને પસંદ કરવાની સલાહ આપી છે. દિવસ દરમિયાન સવારના સમયે અને બપોરના 4:00 વાગ્યા બાદ મતદાન કરવા માટે પ્રત્યેક મતદારે બહાર આવવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી વહેલી સવારના 11:00 વાગ્યા સુધીમાં તમામ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરે તો ગરમીના પ્રચંડ મોજાથી બચી શકાય છે. વધુમાં બપોરના એક થી ચાર દરમિયાન ખૂબ તડકાના સમયે મતદાન માટે આવતા મતદારોએ તકેદારીની ખાસ વ્યવસ્થા પોતાની રીતે ઉભી કરીને મતદાન કરવા માટે પહોંચવું જોઈએ.
તડકાથી રક્ષણ થાય તેવા પ્રયાસો: સાતમી તારીખે તાપમાન 42 ડિગ્રી અને તેથી પાર થઈ જવાની શક્યતાઓ જોવાઈ રહી છે. આવી પરિસ્થિતિમાં બપોરના એક થી ચાર દરમિયાન મતદાન માટે આવતા પ્રત્યેક મતદારોએ ગરમીને લઈને ખાસ આયોજન કરવું પડશે. શરીર ઢંકાઈ રહે તે પ્રકારના પૂરતા કપડા પહેરવા તેમજ ખાસ કરીને આ સમય દરમિયાન સુતરાઉ કપડાનો ઉપયોગ પ્રત્યેક વ્યક્તિએ કરવો જોઈએ. તેની સાથે માથામાં ટોપી, આંખો પર ગોગલ્સ અને હાથમાં તેમજ પગમાં મોજા પહેરવાની સાથે મતદાન કરવા માટે ઘરેથી નીકળતા પૂર્વે પાણી અને અન્ય પ્રવાહી કે જેમાં ઠંડા પીણાનો સમાવેશ નથી થતો તે ઘરેથી જ સાથે લઈને નીકળવું જોઈએ. આ પ્રકારની સલાહ અને સુચનોનુ ખાસ કરીને મતદાનના દિવસે પ્રત્યેક મતદારોએ પાલન કરીને ગરમીથી પોતાની જાતનું રક્ષણ થાય તે રીતે લોકશાહીના મહાપર્વને ઉજવવાની વિનંતી કરી છે.
- GST ટેક્સ અને કોવિશિલ્ડ વેક્સિન મુદ્દે લલિત વસોયાએ કર્યા ભાજપ પર પ્રહાર - lok sabha election 2024
- વીજાપુરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કર્યો ચૂંટણી પ્રચાર, હરિ પટેલ અને સી.જે. ચાવડાની જીતાડવા કરી અપીલ - Loksabha Electioin 2024
બાઈટ 01 પ્રો ડી આર વઘાસિયા સહ સંશોધક હવામાન વિભાગ
Conclusion: