તાપી: ઉત્તર ભારતીય સમાજ દ્વારા તાપી જિલ્લાના વ્યારા ખાતે છેલ્લા દસ વર્ષથી રાવણનું પૂતળું જાતે બનાવવામાં આવે છે. જેમાં લગભગ 40 થી 50 ફૂટ ઊંચા આ પૂતડાની બનાવટમાં સમાજના યુવાનો સહિત મુસ્લિમ સમાજના લોકો દ્વારા પણ મદદ કરવા આવે છે. મુસ્લિમ બિરાદર નિરમૂલ્યે અને નિઃસ્વાર્થ પણે રાવણના પૂતળાની સજાવટમાં છેલ્લા દસ વર્ષથી સહભાગી થઈ રહ્યા છે, સાથે રાવણના પૂતળા દહનના કાર્યક્રમ દરમિયાન પુરો સહકાર આપી હિન્દુ-મુસ્લિમ એકતાની અનોખી મિશાલ આ યુવાનો આપી રહ્યા છે.
રાવણ દહનમાં લોકોનું ઘોડાપૂર: તાપીના વડામથક વ્યારામાં મીંઢોળા નદીના કિનારે મેળો અને રાવણ દહન યોજાય છે. જેમાં જિલ્લાના અનેક વિસ્તારોમાંથી લોકો અહીં મેળામાં અને રાવણ દહન જોવા માટે આવે છે. દશેરાના દિવસે વ્યારાના સ્ટેશન વિસ્તારથી પ્રભુ રામ, સીતા માતા અને લક્ષ્મણની બનેલા ભૂલકાઓ તેમજ ડીજેના તાલ સાથે વાજતે ગાજતે રામજીની શોભા યાત્રાને વ્યારા શહેરમાં ફેરવી મીંઢોળા નદી પર લઈ જવામાં આવે છે. રાવણ દહન દરમિયાન ખૂબ મોટી સંખ્યમાં લોકો ઉમટી પડે છે.
મુસ્લિમ બિરાદર છેલ્લા 10 વર્ષથી સાથ સહકાર આપે છે: રાવણ દહન કાર્યક્રમના વ્યારાના આયોજક વિનોદ મિશ્રાએ જણાવ્યું હતું કે, 'છેલ્લા 10 વર્ષથી અમે રાવણ દહન તથા રામજીની શોભાયાત્રાનું આયોજન કર્યે છીએ, અને 40 થી 50 ફૂટ ઊંચો રાવણ બનાવ્યો છે. જેમાં લીલા વાંસ, સૂકા વાંસ, પલા, પુઠ્ઠા, ભાતના પૂડ્યા તથા છાણાંનો ઉપયોગ કરીને વ્યવસ્થિત રાવણ બનાવ્યા છે. જેથી પર્યાવરણને પણ કોઈ નુકસાન ન થાય અને આ કામમાં અમને મુસ્લિમ બિરાદર નિઝામુદ્દીનભાઈ પણ સારો સહકાર છેલ્લા 10 વર્ષથી આપી રહ્યા છે. અમે ભાઈચારા વચ્ચે રામજીની શોભાયાત્રા તથા રાવણ દહન આયોજન દર વર્ષે કરીએ છીએ.'
વ્યારા શહેરના પેન્ટર મુસ્લિમ બિરાદર સૈયદ નિઝામુદ્દીને ગર્વ સાથે જણાવ્યું કે, 'દશેરા પર રાવણ દહનના કાર્યક્રમમાં હું ભાગ લઉં છું. જેમાં મારું કાર્ય રાવણની આંખ, કાન, મોઢું વગેરે જેવી બનાવવાનું રહે છે અને છેલ્લા 10 વર્ષથી વિના મૂલ્યે આ સેવા આપી રહ્યો છું અને મને ખૂબ ગર્વ છે કે, હું રાવણ દહનના કાર્યક્રમ ભાગ લઉં છું.'
આ પણ વાંચો: