તાપીઃ સોનગઢ ખાતે વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવી દ્વારા નવા બસ સ્ટેશન અને 51 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં અગ્રણીઓ, અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ 51 નવી બસો દરેક પ્રકારની સુવિધાથી સજ્જ છે. જેમાં સ્લીપિંગ, ટુ બાય ટુ, મીડી બસો વગેરેનો સમાવેશ થાય છે.
દરરોજ 538 રુટ્સઃ ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લાના સોનગઢ ખાતે થી દરરોજ 538 જેટલા રૂટો ઉપડે છે. હવે તેમાં નવી 51 બસો વધતા તાપી જિલ્લાવાસીઓની સુવિધામાં વધારો થશે. આ પ્રસંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી એ લોકોને આ બસ અને બસ સ્ટેશન આપણું છે, જેને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી હોવાની ઉપસ્થિતઓનો અપીલ કરી હતી. સોનગઢથી મહારાષ્ટ્ર આવન જાવન કરવા માટે પણ રાજ્ય સરકારે ધુલીયા અને નાગપુર સુધી 130 બસોનું સંચાલન કરી રહી છે. સમગ્ર ગુજરાતમાં 30 લાખથી વધુ મુસાફરો દરરોજ બસમાં મુસાફરી કરે છે.
નવા બસ સ્ટેશનના લોકાર્પણ થી અહીંના લોકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળ્યો છે. આજે સોનગઢ તાલુકામાં ભૂતકાળની સરકારમાં લોકો એક એક બસ માટે વારસો વરસ સુધી રાહ જોવી પડતી હતી. અત્યારે 538 બેસ તો ચાલુ જ છે આ ઉપરાંત નવી 51 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બસો તમામ પ્રકારની છે ટુ બાઈ ટુ, સ્લીપિંગ, સીટિંગ વગેરે. ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા માત્ર 14 મહિનામાં 1450 નવી બસો ગુજરાતના નાગરિકોની સેવા માં ઉપલબ્ધ કરાવવામાં આવી છે...હર્ષ સંઘવી(વાહન વ્યવહાર પ્રધાન)