ETV Bharat / state

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારોનો યોજાયો પરીસંવાદ - Junagadh Monsoon Science Seminar

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારોના એક પરીસંવાદનું આયોજન એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં કુલપતિની હાજરીની સમક્ષ યોજાયું હતું. જેમાં સમગ્ર રાજ્યમાંથી આવેલા 60 જેટલા દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારો ઉપસ્થિત રહ્યા હતા. મોટા ભાગના આગાહીકારોએ આવનારુ ચોમાસું સાર્વત્રિક અને પુષ્કળ વરસાદવાળું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. Junagadh Monsoon Science Seminar

આગાહીકારોએ વરસાદ સારો રહેશે તેવી આગાહી
આગાહીકારોએ વરસાદ સારો રહેશે તેવી આગાહી (etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 24, 2024, 3:35 PM IST

આગામી ચોમાસાને લઈને ખૂબ સારા સંકેતો આપ્યા (etv bharat gujarat)

જૂનાગઢ: આજે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારોનો એક પરીસંવાદ યોજાયો હતો. જેમાં સમગ્ર રાજ્યમાંથી 60 જેટલા આગાહીકારો સામેલ થયા હતા. મોટા ભાગના આગાહીકારો દ્વારા આવનારું વર્ષ ચોમાસાને લઈને સારું હોવાનો સાર્વત્રિક મત દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારો દ્વારા વ્યક્ત કરાયો હતો.

આગાહીકારોએ વરસાદ સારો રહેશે તેવી આગાહી
આગાહીકારોએ વરસાદ સારો રહેશે તેવી આગાહી (etv bharat gujarat)

ચોમાસામાં પુષ્કળ વરસાદ આવશે પ્રાથમિક અનુમાન: આજે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારોના એક પરીસંવાદનું આયોજન એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં કુલપતિની હાજરીની સમક્ષ યોજાયું હતું. જેમાં સમગ્ર રાજ્યમાંથી આવેલા 60 જેટલા દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારો ઉપસ્થિત રહ્યા હતા. મોટા ભાગના આગાહીકારોએ આવનારુ ચોમાસું સાર્વત્રિક અને પુષ્કળ વરસાદવાળું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જેમાં નક્ષત્રો અને કુદરતમાંથી સંકેતો અનુસાર આગામી ચોમાસું ગુજરાતમાં સમયસર આવવાની સાથે 4 મહિના સાર્વત્રિક વરસાદવાળું હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે જુલાઈ અને નવેમ્બર મહિનામાં એક એક વાવાઝોડાની શક્યતા પણ વરસાદ વિજ્ઞાન આગાહીકારોએ વ્યક્ત કરી છે.

જુલાઈ અને નવેમ્બર મહિનામાં એક એક વાવાઝોડાની શક્યતા
જુલાઈ અને નવેમ્બર મહિનામાં એક એક વાવાઝોડાની શક્યતા (etv bharat gujarat)

15મી જૂનથી ગુજરાતમાં ચોમાસુ: દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારોએ આ વર્ષે 15મી જૂને ચોમાસાનું આગમન થઇ જશે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરે છે. પાછલા કેટલાંક વર્ષ બાદ 15મી જુને ચોમાસુ બેસતું હોય તેવી શક્યતાઓ ઓછી હતી. પરંતુ આ વર્ષે 15મી જૂનથી સતત વરસાદી વાતાવરણની વચ્ચે ચોમાસાનું આગમન થશે જેને કારણે નદી-નાળા છલકાવાની પૂરી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. આ સમય દરમિયાન ભારે વરસાદને કારણે સરકાર અને પ્રજાને પણ થોડી ઘણી અંશે મુશ્કેલી પડી શકે તેમ છે. વધુમાં જુલાઈ માસમાં વેરાવળ પંથકમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત થઇ રહી છે.

60 જેટલા દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારો ઉપસ્થિત રહ્યા
60 જેટલા દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારો ઉપસ્થિત રહ્યા (etv bharat gujarat)

આ વર્ષે નવરાત્રી બગડી શકે છે વરસાદ: પોરબંદર જિલ્લાના કોવલકા ગામના દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર ભીમાભાઇ ઓડેદરાએ જણાવ્યું કે, આ વર્ષે સૌથી લાંબા ચોમાસાની આગાહી કરી છે. તેમના મત મુજબ આસો મહિનામાં પણ ભરપૂર વરસાદ થવાની શક્યતા છે. જેને કારણે ખેલૈયાઓની નવરાત્રી બગડે તેવું અનુમાન આજના દિવસે લગાવવામાં આવી રહ્યું છે તો બીજી તરફ જ્યોતિષ વિદ્યાને આધારે વરસાદની આગાહી કરનાર હસમુખભાઈ નિમાવતે પણ આગામી ચોમાસાને લઈને ખૂબ સારા સંકેતો આપ્યા છે. કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય તો આવનારું ચોમાસુ ખૂબ જ સારું અને 4 મહિના સતત વરસાદના હોવાનું પણ શક્યતા વ્યક્ત કરી છે. આ ચોમાસા દરમિયાન મંગળ સૂર્યની પાછળ ચાલે છે અને ચોમાસાની ઋતુ દરમ્યાન સૂર્ય ન અસ્ત થતો નથી. જેને જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ચોમાસા માટે ખૂબ સારું માનવામાં આવે છે.

  1. પોરબંદરમાંથી પાકિસ્તાનને માહિતી મોકલતો ભારતીય યુવાન ઝડપાયો, ATSએ દબોચ્યો - pakistani jasoos in porbandar
  2. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ કરી કેદીની હત્યા, નહાવા માટે થઈ હતી માથાકૂટ - Sabarmati Jail Crime

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.