ETV Bharat / state

સ્વચ્છ ભારત મિશન: રાજ્યના શહેરોને સ્વચ્છ બનાવવા તરફ દેશભરમાં ગુજરાત બન્યું નંબર વન

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્યના શહેરોમાં વર્ષોથી પડેલા કચરાના નિકાલમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર બન્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 210 લાખ ટન કચરાનો નિકાલ થયો છે.

સ્વચ્છ ભારત મિશન
સ્વચ્છ ભારત મિશન (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2024, 5:33 PM IST

ગાંધીનગર: ભારતના શહેરો કચરાના ઢગલાથી સંપૂર્ણ મુક્ત બને તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ 2014થી સ્વચ્છ ભારત મિશન અર્બન દેશભરમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. વર્ષ 2021માં સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્ર સરકાર તરફથી ₹ 1,41,600 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશનનો બીજો તબક્કો વર્ષ 2025 સુધી ચાલશે. આ તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં થયેલી અભૂતપૂર્વ કામગીરીના પરિણામે, શહેરોમાંથી કચરાનિકાલ બાબતે ગુજરાત સમગ્ર દેશમાં ટૉપ પર્ફોમર રાજ્ય બન્યું છે.

ગુજરાતના શહેરોમાં ડમ્પસાઇટમાંથી 95 ટકા કચરાનો નિકાલ: સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0ના આંકડા પ્રમાણે, ગુજરાતની 140 ડમ્પસાઇટમાં પડેલા 221 લાખ ટન કચરામાંથી અત્યાર સુધીમાં 210 લાખ ટન લેગેસી વેસ્ટનો (વર્ષોથી પડેલો કચરો) નિકાલ કરવામાં આવ્યો છે. 95 ટકા કચરાના નિકાલ બાદ હવે માત્ર 5 ટકા કચરાનો નિકાલ જ શેષ રહ્યો છે. કચરાના જથ્થાના નિકાલ બાબતે ગુજરાત સમગ્ર દેશના મોટા રાજ્યોમાં ટોપ પર છે. સ્વચ્છ ભારત મિશન (શહેરી) ફેઝ-2 અંતર્ગત 1000 ટન કે તેનાથી વધુ જથ્થાનો કચરો ધરાવતી કુલ 2426 ડમ્પસાઇટની દેશમાં ઓળખ કરવામાં આવી છે. તેમાંથી 140 ડમ્પસાઇટ ગુજરાતમાં છે.

  • ભારતના ટોપ 10 રાજ્યના લેગેસી વેસ્ટ નિકાલની યાદી
સ્વચ્છ ભારત મિશન
સ્વચ્છ ભારત મિશન (Etv Bharat Gujarat)

698 એકર જગ્યા ખુલ્લી કરાઈ: 500 એકર અને તેનાથી વધુ વિસ્તારની ડમ્પસાઇટ ધરાવતા રાજ્યોમાં પણ સાઇટનો વિસ્તાર ખુલ્લો કરીને ફરી ઉપયોગ કરવા માટે પરત મેળવવા બાબતે ગુજરાત દેશમાં પ્રથમ છે. ગુજરાતમાં ડમ્પસાઇટના 930 એકર વિસ્તારમાંથી 698 એકર વિસ્તારને ખુલ્લો કરવામાં આવ્યો છે, જેના લીધે 75 ટકા જગ્યા ફરી ઉપયોગ માટે પ્રાપ્ત થઇ ગઇ છે. રાજ્યમાં સૌથી મોટી બે ડમ્પસાઇટ (પિરાણા અને બોપલ) અમદાવાદમાં છે, જેમાંથી 129 લાખ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે.

આ ડમ્પસાઇટના કુલ 90 એકર વિસ્તારમાંથી 46 એકર જગ્યાને ખુલ્લી કરી દેવામાં આવી છે. ભારતમાં કચરાથી ઘેરાયેલો સૌથી વધુ વિસ્તાર મહારાષ્ટ્રમાં (3,352 એકર) છે, જ્યારે સૌથી ઓછો વિસ્તાર અંદમાન અને નિકોબાર ટાપુ અને મિઝોરમ (3 એકર) છે. રાજધાની દિલ્હીમાં 202 એકર ડમ્પસાઇટ વિસ્તાર છે, જેમાંથી હજુ કોઈ પણ વિસ્તાર ખુલ્લો થયો નથી. તમિલનાડુએ સૌથી 837 એકર વિસ્તાર ખુલ્લો કર્યો છે જે કુલ 1954 એકરનો 42 ટકા ભાગ છે.

  • ખુલ્લો થયેલ વિસ્તાર: ટોપના રાજ્ય (500 એકર અને વધુ વિસ્તાર ધરાવતા રાજ્ય)
સ્વચ્છ ભારત મિશન
સ્વચ્છ ભારત મિશન (Etv Bharat Gujarat)

₹ 300 કરોડથી વધુ કિંમતની જમીન ખુલ્લી થઇ: લેગેસી વેસ્ટ મેનેજમેન્ટની કામગીરીમાં રાજ્યની 8 મહાનગરપાલિકા વિસ્તારમાં ₹ 201.2 કરોડ જ્યારે 157 નગરપાલિકા વિસ્તારમાં ₹109.6 કરોડ જેટલું મૂલ્ય ધરાવતી જમીન ખુલ્લી થઇ છે. આગામી સમયમાં નગરપાલિકા વિસ્તારની ખુલ્લી થયેલી સાઇટ પર ઘન કચરાના પ્રોસેસિંગ માટે પ્લાન્ટ બનાવવામાં આવશે જે માર્ચ 2025 સુધીમાં કાર્યરત થઇ જશે.

ગુજરાતની આ નોંધપાત્ર સિદ્ધિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “મહાત્મા ગાંધીએ જે સ્વચ્છ ભારતનું સપનું જોયું હતું. તે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ઇમાનદાર પ્રયાસોના લીધે સાકાર થઇ રહ્યું છે. સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી સાથે આર્થિક વિકાસની દિશામાં ગુજરાત અગ્રેસર છે. અમારી સરકાર સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી માટે પહેલાથી પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં વધુ સારા પરિણામો નાગરિકોને જોવા મળશે.”

આ પણ વાંચો:

  1. ધોલેરા બનશે ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી”
  2. શરદ પૂનમના સંકેત પરથી જાણો વરસાદનો વર્તારો, રમણીકભાઈએ કરી પૂર્વ આગાહી...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.