સુરત: જિલ્લાએ ફરી દેશભરમાં પોતાનો ડંકો વગાડ્યો છે. સુરતને દેશના 131 શહેરોને પાછળ છોડીને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે બેસ્ટ અર્બન લોકલ બોડીનો એવોર્ડ મેળવ્યો છે. દિલ્હી ખાતે જળશક્તિ મંત્રાલય દ્વારા આજે અર્બન લોકલ બોડીના એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતાઓના નામ જાહેર કરીને રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતા. જે અંતર્ગત બેસ્ટ અર્બન લોકલ બોડીનો એવોર્ડ સુરત વતી મેયર, પાલિકા કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો.
આ સુરતીઓનું સન્માન છે: સુરતને મળેલા આ એવોર્ડ બાબતે સુરતના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, "આ સુરતીઓનું સન્માન એવોર્ડ છે. સુરતમાં થઈ રહેલી પાણી બચાવવાની પહેલ સહિતની કામગીરીનું સન્માન છે. સુરતના પાલિકા કર્મચારીઓ અને સુરતી લોકોના સાથ અને સહકારના કારણે આ સન્માન પ્રાપ્ત થયું છે. જેને જાળવી રાખવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે."
12 નંબર જમ્પ કરીને સુરત સીધું પ્રથમ ક્રમ પર: વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, "સ્વચ્છતા, હવા બાદ હવે પાણીમાં પણ સુરતનો દબદબો જોવા મળ્યો છે. થોડા સમય પહેલા જ સુરતે 200માંથી 194 માર્ક મેળવ્યા છે. ગયા વર્ષે સુરત 13માં ક્રમ પર હતું. જેમાંથી 12 નંબર જમ્પ કરીને સુરત સીધું પ્રથમ ક્રમ પર આ વર્ષે પહોંચી ગયું છે. જે સુરત અને સુરત વાસીઓ માટે ગૌરવ સમાન છે."
આ પણ વાંચો: