ETV Bharat / state

સુરત ટ્રાફીક પોલીસ એક્શનમાં, 8 દિવસમાં 483 વાહન ચાલકોના લાયન્સ રદ કરવા RTOમાં રિપોર્ટ - Surat traffic police strict rules

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 24, 2024, 11:13 AM IST

સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા લોકો ટ્રાફિક કાયદાઓનું પાલન કરે તે માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આથી સૌ પ્રથમ રોંગ સાઈડથી આવતા વાહનોના કારણે થતાં અકસ્માતને રોકવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. તો આ સાથે કાયદાનું ભંગ કરતાં ચાલકોના લાઇસન્સ રદ કરવા માટે RTOમાં રિપોર્ટ પણ મોકલવામાં આવી છે. જાણો સંપૂર્ણ બાબત. Surat traffic police strict rules

રોંગ સાઈડમાં વાહન હંકારનારા 483 વાહન ચાલકોના લાઇસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ બનાવાયો
રોંગ સાઈડમાં વાહન હંકારનારા 483 વાહન ચાલકોના લાઇસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ બનાવાયો (etv bharat gujarat)

સુરત: રોંગ સાઈડમાં વાહન હંકારનારા ચાલકો હવે ચેતી જજો કારણ કે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનચાલકો વિરુદ્ધ એફ.આઈ.આર દાખલ કરવાની સાથે સાથે તેઓના લાઇસન્સ રદ કરવા માટેની પણ કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. માત્ર એક અઠવાડિયાની અંદર સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડમાં વાહન હંકારનારા 483 વાહન ચાલકોના લાઇસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ બનાવાયો છે.

સુરત ટ્રાફીક પોલીસ એક્શનમાં
સુરત ટ્રાફીક પોલીસ એક્શનમાં (etv bharat gujarat)

પાંચ કરતાં વધુ ઈ-ચલણ આવે તો લાઇસન્સ રદ્દ: એટલું જ નહીં પરંતુ હમણાં સુધી રોંગ સાઈડમાં વાહન અંગારનારા એક લાખથી પણ વધુ વાહન ચાલકોના લાઇસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ પણ આરટીઓને કરવામાં આવ્યો છે. પાંચ કરતાં વધુ વખત ઈ-ચલન જે વાહન ચાલકોના જનરેટ થયા હશે તેવા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા સુધીની ચીમકી શહેર ટ્રાફિક ડીસીપી દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

સુરત શહેર ટ્રાફીક પોલીસ એક્શનમાં: રોંગ સાઈડમાં વાહન ચલાવનારા લોકો સામે શહેર ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. મુખ્યત્વે ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારા વાહન ચાલકો સામે આ કડકાઈ શરૂ થઈ છે. ઉપરાંત શહેરમાં કુલ 80 જેટલી ટીમો બનાવી દરેક રિજન સર્કલ અને સેમી સર્કલ તરફથી રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, 15મી જુનથી 22મી જુન સુધી એટલે કે આઠ દિવસ દરમિયાન 1721 વાહન ચાલકોને સમજાવવામાં આવ્યા છે. જયારે 483 રોંગ સાઈડમાં વાહન ચલાવનારા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે.

અકસ્માતની ઘટનાઓને અટકાવવાનો પ્રયાસ: રોંગ સાઈડને કારણે જે પણ અકસ્માતો થાય છે તે ઘટાડવાના પ્રયાસ સાથે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી અંગે સુરત ડીસીપી અમીતા વાણાનીએ જણાવ્યું છે કે, "રોંગ સાઈડમાં વાહન હંકારતા ચાલકો સામે એફઆઈઆર લોન્ચ કરાશે. પાંચથી વધુ વખત ઇ-ચલણ જનરેટ થયા હશે તેવા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા RTOને રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે. એક અઠવાડિયામાં રોંગ સાઈડમાં વાહન હંકારતા 483 વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા રિપોર્ટ કરાયો છે. આ સાથે જ 1 લાખથી પણ વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા રિપોર્ટ કરાયો છે. ટ્રાફિકની કડક અમલવારી બાદ ટ્રાફિક વ્યવસ્થામાં મોટો સુધાર આવ્યો છે. રોંગ સાઈડમાં વાહન હંકારવાના કારણે બનતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા અમારો પ્રયાસ છે.

  1. નવસારીના ચોખાવાલા બ્રધર્સની ચોખી લુચ્ચાઈ, ઓંણચી ગામે ધમધમતી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ - Fake ghee factory caught
  2. સુરત એરપોર્ટ પરથી પકડાયેલ 1.23 લાખ ડોલર કોના ? ઈન્કમ ટેક્સ અને ઈડી સહિતની એજન્સી લાગી તપાસમાં - Dollars caught at the airport

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.