સુરત: રાજકોટમાં બનેલ અગ્નિકાંડની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. અને વેકેશન ખુલતા જ વાહનોમાં વિદ્યાર્થીઓને ખીચોખીચ ભરતા શાળા વાહન ચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને લઇને સ્કૂલ વાહન ચાલકોએ હડતાળ પાડતા વાલીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વાલીઓ વહેલી સવારે પોતાનો કામ ધંધો છોડી બાળકોને શાળાએ છોડવા મજબૂર બન્યા હતા. ત્યારે હાલ સુરતના RTOઓ વિભાગના અધિકારીઓ સાથે બેઠક મળી હતી. સ્કૂલ વાન ચાલકોના અગ્રણીઓએ આ મીટિંગમાં રજૂઆત કરી હતી. RTOએ આ અંગે સકારાત્મક વલણ રાખતા હળતાળ સમેટાઈ ગઈ છે. સુરતમાં સ્કૂલવાન ચાલકોની હડતાળ સમેટાતા વાલીઓ રાહતનો શ્વાસ લીધો છે.
સુરતમાં રીક્ષા-સ્કૂલ વાન ચાલકોની હડતાળ સમેટાઈ, વાલીઓએ લીધો રાહતનો શ્વાસ - school van rickshaw strike end
સુરતમાં ગઇ કાલના રોજ શરુ થયેલી રીક્ષા-સ્કૂલ વાન ચાલકોની હળતાળનો આજ રોજ અંત આવી ગયો છે. સ્કૂલ વાન ચાલકોના અગ્રણીઓએ RTOઓ વિભાગના અધિકારીઓ સાથેની મીટિંગમાં રજૂઆત કરી હતી. તે રજૂઆત અંગે સકારાત્મક વલણ રાખતા હળતાળ સમેટાઈ ગઈ છે., Surat school van-rikshaw driver strike end
Published : Jun 19, 2024, 12:30 PM IST