ETV Bharat / state

સુરતના રામભક્ત પાસે છે સુવર્ણ રામાયણ, વર્ષમાં માત્ર એકવાર જ દર્શન કરી શકશો - Ram Navami 2024

સુરતના રામભક્ત ગુણવંતભાઈ પાસે એક ખાસ દુર્લભ રામાયણ છે, જેના વર્ષમાં માત્ર એકવાર જ દર્શન કરી શકાય છે. જોકે આ રામાયણ એટલા માટે પણ વિશેષ છે કારણ કે તેને બનાવવામાં સોના-ચાંદી અને હીરાનો ઉપયોગ થયો છે. જુઓ અદ્ભુત સુવર્ણ રામાયણ...

સુરતની સુવર્ણ રામાયણ
સુરતની સુવર્ણ રામાયણ
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 17, 2024, 4:17 PM IST

સુરતના રામભક્ત પાસે છે સુવર્ણ રામાયણ

સુરત : આજે સુરત સહિત દેશભરમાં રામ નવમી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં એક એવી રામાયણ છે જેના વર્ષમાં માત્ર એકવાર જ લોકો દર્શન કરી શકે છે, માત્ર રામ નવમીના દિવસે આ અદ્ભુત રામાયણ ભક્તોના દર્શનાર્થે મુકવામાં આવે છે. ઉપરાંત આ રામાયણ સામાન્ય નથી, પરંતુ 19 કિલો સોનાથી નિર્મિત છે. ઉપરાંત તેમાં 222 તોલા સોનાની સ્યાહીનો ઉપયોગ કરી 5 કરોડ વાર 'જય શ્રી રામ' લખવામાં આવ્યું છે.

સુવર્ણ રામાયણ : સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા રામ ભક્તના ઘરે વર્ષમાં ફક્ત એક જ વાર આ અદ્ભુત રામાયણના દર્શન લોકો કરી શકે છે. માત્ર રામ નવમીના દિવસે દર્શનાર્થે મૂકવામાં આવતી આ રામયણને બાકીના દિવસોમાં બેંકના લોકરમાં રાખવામાં આવે છે.

19 કિલો સોનામાંથી નિર્મિત : આ રામાયણ ખૂબ જ વિશેષ છે કારણ કે તેનું વજન 19 કિલો છે, તેમજ 530 પાનાની આ રામાયણ 222 તોલા સ્વર્ણ સ્યાહીથી લખવામાં આવી છે. આ રામાયણમાં 10 કિલો ચાંદીનો પણ ઉપયોગ કરાયો છે. તેમજ ચાર હજાર હીરા, માણેક, પન્ના અને નિલમથી અદ્ભુત રીતે સજાવવામાં આવી છે. આ રામાયણના મુખ્ય પુષ્ટ પર અર્ધ સોનાની શ્રી હનુમાનજી અને 1 તોલા સોનાથી શિવની પ્રતિમા બનાવવામાં આવી છે.

5 કરોડ વાર રામ નામનો ઉલ્લેખ
5 કરોડ વાર રામ નામનો ઉલ્લેખ

5 કરોડ વાર રામ નામનો ઉલ્લેખ : આ રામાયણને વર્ષ 1981 માં તૈયાર કરવામાં આવી હતી. તેમજ આ દુલર્ભ રામાયણને ખાસ પુષ્ય નક્ષત્રમાં લખવામાં આવી છે, જેમાં 12 લોકો સામેલ હતા. આ રામાયણ લખતા 9 મહિના અને 9 કલાક જેટલો સમય લાગ્યો છે. તેમજ આખી રામાયણમાં કુલ 5 કરોડ વાર 'જય શ્રી રામ' લખવામાં આવ્યું છે.

વર્ષમાં માત્ર એકવાર દર્શન : સુવર્ણ રામાયણમાં સંચાલક ગુણવંતભાઈએ જણાવ્યું હતું કે, આ દુલર્ભ રામાયણને વર્ષમાં માત્ર એકવાર દર્શનાર્થે મૂકવામાં આવે છે. રામાયણના 530 પાના પર ભગવાન શ્રીરામના જીવનને ચિત્રિત કરવામાં આવ્યું છે. આ રામાયણમાં પુષ્ટ ખાસ જર્મનીથી મંગાવવામાં આવ્યા છે, જેને પાણીથી ધોવાથી પણ કોઈ નુકશાન થતું નથી. તેમજ સફેદ પાના હોવા છતાં તેના પર કોઈ ડાઘ લાગતો નથી. રામનવમીના પાવન દિવસે ભક્તો આ દુલર્ભ રામાયણના દર્શન કરી ધન્યતા અનુભવે છે, અહીં દર્શન માટે ભક્તોની લાંબી કતારો પણ જોવા મળે છે.

  1. આજે રામ નવમી, મિર્ઝાપુરથી પ્રભુ રામને અયોધ્યા માટે એક લાખ 11 હજાર લાડુનો પ્રસાદ
  2. ચૈત્ર સુદ નોમના દિવસને ભગવાન સ્વામિનારાયણના પ્રાગટય દિવસ તરીકે ઉજવવામાં આવે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.