ETV Bharat / state

પશ્ચિમ રેલવેના કમાણી કરતા સ્ટેશનમાં સુરત સ્ટેશન અવ્વલ, ટોપ-10માં ઉધના સ્ટેશન - Indian Railway

સુરત રેલવે સ્ટેશને 835 કરોડની આવક સાથે પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં પહેલું સ્થાન મેળવ્યું છે. અહીં ભારતના મોટા રેલવે સ્ટેશનોની સરખામણીમાં 24 કલાક વિવિધ 135 કરતા વધુ ટ્રેનમાં મુસાફરો અવરજવર કરે છે.

સુરત રેલવે સ્ટેશન
સુરત રેલવે સ્ટેશન (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 7, 2024, 9:47 AM IST

કમાણી કરતા સ્ટેશનમાં સુરત સ્ટેશન અવ્વલ (ETV Bharat Reporter)

સુરત : પશ્ચિમ રેલવે વિભાગના કમાણી કરવાતા સ્ટેશનોમાં સુરત રેલવે સ્ટેશનને ડિવિઝનના મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસ અને બોરીવલી સહિતના 110 સ્ટેશનને પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભારતના મોટા રેલવે સ્ટેશનોની સરખામણીમાં સુરત રેલવે સ્ટેશનથી 24 કલાક વિવિધ 135 કરતા વધુ ટ્રેનમાં મુસાફરો અવરજવર કરે છે.

સૌથી વધુ કમાણી કરતું સ્ટેશન : કમાણી કરવામાં સુરત રેલવે સ્ટેશનને ડિવિઝનના મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસ અને બોરીવલી સહિતનાં 110 સ્ટેશનને પાછળ પાડીને પહેલા નંબર પર રહ્યું છે. સુરત રેલવે સ્ટેશને વાર્ષિક 865.45 કરોડની કમાણી કરી છે. જોકે, મહત્વની વાત એ છે કે કમાણી કરવામાં સુરત સ્ટેશન પહેલા નંબર પર હોવા છતાં તેની પાસે એક પણ દુરંતો એક્સપ્રેસ ટ્રેન નથી. જે દુરંતો એક્સપ્રેસ ટ્રેન માટે છેલ્લા બારેક વર્ષથી સુરત શહેરના રહેવાસીઓ માંગ કરી રહ્યા છે.

મુંબઈ ડિવિઝનના ટોપ 5 સ્ટેશન
મુંબઈ ડિવિઝનના ટોપ 5 સ્ટેશન (ETV Bharat)

835 કરોડની આવક : અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ-2019 થી સુરત રેલવે સ્ટેશનની વાર્ષિક આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. બાંદ્રા ટર્મિનસ, બોરીવલી અને દાદર રેલવે સ્ટેશનની વાર્ષિક આવક ભેગી કરીએ તો તેના કરતા પણ વધારે આવક સુરત રેલવે સ્ટેશનની છે. સુરત સ્ટેશન પર દરરોજ 200થી વધુ ટ્રેનો ઉભી રહે છે અને એક લાખથી પણ વધારે પેસેન્જરો અવરજવર કરી રહ્યા છે. આ ઉપરાંત પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચાર દિશા તરફ આવતી જતી ટ્રેનો સુરત રેલવે સ્ટેશન પર ઉભી રહે છે.

ટોપ-10માં ઉધના સ્ટેશન : પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના વાપી, વિરાર, વસઈ, અંધેરી અને ઉધના રેલવે સ્ટેશન ટોપ-10 કમાણી કરનારા સ્ટેશનોમાં સામેલ છે. ઉધના સ્ટેશન 10માં સ્થાને રહ્યું છે, જેની આવક 730 કરોડ છે. પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના ઉધના રેલવે સ્ટેશનને વલસાડ, નવસારી, પાલઘર, ભાયંદર, નાલાસોપારાને પાછળ છોડ્યા છે. ઉધના સ્ટેશન પર ઉનાળું-દિવાળી વેકેશનમાં ટ્રેનો ફૂલ રહે છે.

  1. સુરત રેલવે સ્ટેશન પર ફરી અવ્યવસ્થા, મુસાફરીનો સંખ્યામાં વધી જતાં સર્જાઈ ધક્કા મૂકી
  2. સુરત રેલવે સ્ટેશન પર સેંકડો પરપ્રાંતિય લોકોનો ધસારો, રેલવે વિભાગ દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.