સુરત: પોલીસ અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, કામરેજ તાલુકાનાં ઘલુડી હેડક્વાર્ટસમાં આર્મ્સ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 38 વર્ષીય સુધીર બાજીરાવ પાટીલ કે જેઓ ઘલુડી પોલીસ હેડક્વાર્ટસ મુળ અંતુર્લી ગામ પાટીલ ફળીયા, તાપી રહે છે. તેમના પરીવારમાં પત્ની પુનમબેન અને બે બાળકો દેવાંશ અને સેજલ ગત 10 ઓગસ્ટનાં રોજ ધાર્મિક પ્રસંગમાં અંતુર્લી વતન ગયા હતા.
તો આમ ઘટી હતી સંપૂર્ણ ઘટના: સુધીર પાટીલનાં નાના ભાઈ, પત્ની અને બાળકોને મુકવા માટે ગામથી બસમાં બેસી ઘલુડી ખાતે આવવા માટે નિકળ્યા હતા. બસમાંથી ઉતરી રિક્ષામાં બેસી ઘલુડી ખાતે પોલીસ હેડ ક્વાર્ટસમાં સુધીર પાટીલનાં રૂમ પર અગીયારેક વાગ્યે પહોંચી સુધીર પાટીલને ફોન કરતા રીંગ વાગી હતી પણ ફોન ઉઠાવ્યો ન હતો. દરવાજો અંદરથી બંધ હોવાથી ખટખટાવ્યા બાદ પણ દરવાજો નહીં ખોલતા પત્ની અને સુધીરનાં નાના ભાઈને કંઇક અજુક્ત લાગતા તેઓએ હથોડા વડે દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશતા રસોડાની છત પરનાં પંખા સાથે સુધીર પાટીલ ગળે ફાંસો ખાધેલી હાલતમાં દેખાતા પત્ની અને બાળકો હેબતાઈ ગયા હતા.
આત્મહત્યા માટે દારૂનું વ્યસન તથા માનસિક તણાવ જવાબદાર છે: પરીવારજનોએ આજુબાજુમાં રહેતા પોલીસ કર્મીઓને બોલાવી સુધીરની લાશ નીચે ઉતારી હતી. તપાસ કરતાં જણાઈ આવ્યું હતું કે સુધીરે સ્યુસાઇડ નોટ લખી છે. કેમ તેમણે લખ્યું હતું કે, મારી આત્મહત્યા માટે મારૂ દારૂનું વ્યસન તથા માનસિક તણાવ જવાબદાર છે, હું પોતે જ જીવવા માંગતો નથી. છેલ્લા 15 વર્ષથી હું દારૂ પીને મારા શરીરની ખરાબ હાલ કરી નાખી છે, ઉપરાંત મારી પત્ની પુનમ તથા બે બાળકોને દારૂ પીને બહુ ત્રાસ આપ્યો છે. મારી આત્મહત્યા માટે હું પોતે જ જવાબદાર છું. મારી પત્ની અને બાળકો આજે ગામથી આવવાનાં છે. મારી આત્મહત્યાની જાણ એમને ના કરવી. મારો સાળો રાહુલનાં મોબાઇલ નંબર નવાગામ ડીંડોલીને જાણ કરી દેવી. મારી આત્મહત્યા પૂર્વ આયોજીત હતી. મારા પરીવારને પોલીસ ખાતા તરફથી મળતા તમામ લાભો મારી પત્ની તથા બે બાળકોને આપી દેવા, અને હું જાતે ગળે ફાંસો ખાઉં છું.