ETV Bharat / state

VIDEO: સુરતમાં કારના બોનેટ પર બેસી બર્થ-ડેની ઉજવણી યુવતીને ભારે પડી, પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો - SURAT ZINAL DESAI

કારના બોનેટ પર બેસીને આકાશમાં આતશબાજી કરી જન્મદિવસની ઉજવણી કરતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

જાહેરમાં બર્થડે સેલિબ્રેશનની તસવીર
જાહેરમાં બર્થડે સેલિબ્રેશનની તસવીર (Instagram)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2024, 6:56 PM IST

સુરત: સુરત શહેરમાં ઉમરા પોલીસની હદમાં કારના બોનેટ પર બેસીને આકાશમાં આતશબાજી કરી જન્મદિવસની ઉજવણી કરતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ પોલીસ હરતકમાં આવી છે. ઉમરપાડા પોલીસે જીનલ દેસાઈ નામની આ ઈન્ફ્લુએન્સરને નોટિસ આપીને પોલીસ સ્ટેશને હાજર રહેવા જણાવ્યું છે.

જાહેરમાં બર્થડે સેલિબ્રેશન સામે પોલીસની કાર્યવાહી (ETV Bharat Gujarat)

કારના બોનેટ પર બેસીને બર્થ-ડે સેલિબ્રેશન
હાલના સમયમાં સોશિયલ મીડિયામાં વાયરલ થવા યુવાનો અવનવા કિમિયાઓ કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં જીનલ દેસાઈ નામની યુવતી કારના બોનેટ પર બેસીને કેક કાપીને પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આ સાથે જ જાહેર રોડ પર આતશબાજી કરાતી હોવાનું પણ વીડિયોમાં દેખાય છે. પોલીસના જાહેરનામાંના નિયમોનો ભંગ થતા પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. જીનલ દેસાઈને નોટિસ આપી પોલીસે ઉમરાં પોલીસ મથક ખાતે હાજર રહેવા જણાવ્યું હતું.

પોલીસને યુવતી વિરુદ્ધ ગુનો નોંધ્યો
આ અંગે સુરત પોલીસ DCP વિજય સિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, જીનલ દેસાઈ નામની યુવતીનો કારના બોનેટ પર બેસીને આતશબાજી સાથે કેક કાપતો વીડિયો સામે આવ્યો છે. તેમની વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમને નોટિસ આપીને પૂછપરછ કરવામાં આવશે. આ સાથે તેમણે વીડિયોમાં જે કાર નજરે પડી રહી છે તે પણ મોડીફાઇડ કરેલી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું હતું. આથી હવે કાર માલિક વિરૂદ્ધ પણ પોલીસ પગલાં ભરે તેવી શક્યતા વરતાઈ રહી છે. DCP વિજયસિંહે સોશિયલ મીડયા ઈન્ફ્લુએન્સરને આ પ્રકારે નિયમોનો ભંગ કરીને ઉજવણી ન કરવા માટે પણ ચેતવ્યા હતા.

આ પણ વાંચો:

  1. PM મોદી અને સ્પેનના વડાપ્રધાન સંસ્કારી નગરીમાં આવતા પહેલા, જુઓ ઝૂંપડપટ્ટીઓને શેડથી ઢંકાઈ
  2. શિનોર તાલુકાના સાધલી પાસે ચાલુ ST બસે ટાયર નીકળી ગયું, જુઓ વિડીયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.