સુરત: વર્ષ 2006માં સુરત શહેરના પાંડેસરા વિસ્તાર ખાતે આવેલા ભેસ્તાનમાં કડિયા બનાવવાની કંપનીમાં સુરક્ષાકર્મી તરીકે ફરજ બજાવનાર ભોલા કુર્મીની હત્યા થઈ હતી. તેના સાથી કર્મચારી નારાયણ સિંગ સાથે પગાર બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં નારાયણે ગુસ્સામાં આવીને ભોલા કુર્મીને માથાના ભાગે સળિયા વડે હુમલો કરી તેની હત્યા કરી નાસી ગયો હતો. આ સમગ્ર મામલે શહેરના પાંડેસરા વિસ્તારમાં હત્યાની ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારથી જ પોલીસ નારાયણ સિંગની શોધ ખોળ કરી રહી હતી.
ડીસીપી વિજયસિંહ ગુર્જરનું નિવેદન: આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, બે સુરક્ષા કર્મીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાંથી ભોલા કુર્મીની હત્યા થઈ હતી. ભોલા મૂળ યુપીના ફતેપુરનો વતની હતો. તેની હત્યા નારાયણ સિંહે કરી હતી અને હત્યા બાદ તે મુંબઈ જતો રહ્યો હતો. બાદમાં તે મુંબઈ બાદ કાનપુર રહેવા માટે ગયો હતો. આ વચ્ચે મધ્યપ્રદેશમાં અકસ્માત નડતા તેનો એક હાથ કપાઈ ગયો હતો. અકસ્માત બાદ તે ઉત્તર પ્રદેશ ગયો અને જંગલમાં સાધુનો વેશ ધારણ કરીને ત્યાં રહેવા લાગ્યો હતો.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આરોપી મુંબઈમાં જઈ છૂટક મજૂરી કરતો હતો અને ત્યારબાદ કાનપુર જઈ ડ્રાઇવિંગનું કામકાજ શરૂ કર્યું હતું. પકડાઈ ન જાય આ માટે તેને પોતાનું નામ સરપંચ લોકોને જણાવ્યું હતું. વર્ષ 2014માં રોડ અકસ્માતમાં તેનો ડાબો હાથ કપાઈ ગયો અને કોઈ તેને ઓળખી ન શકે. આ માટે તે સાધુ બનીને રહેતો હતો.