સુરત: ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ માત્ર 27 વર્ષીય મોહમ્મદ સોહેલ જે સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં મૌલવી તરીકે બાળકોને ભણાવે છે, તેણે દેશના હિન્દુવાદી નેતાઓ પર હુમલા કરવા માટેનું કાવતરું રચ્યું હતું. આરોપી મુળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનો રહેવાસી છે અને ઘણા સમયથી સુરત જિલ્લાના કઠોળ ગામ ખાતે આવેલા મદરેસામાં તાલીમ આપે છે. સાથે લસકાણા ખાતે આવેલા ડાયમંડ નગર ખાતે ધાગા ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી પણ કરે છે. મૌલવીની પોલ ત્યારે ખુલી જ્યારે તેણે સુરતમાં રહેતા હિન્દુવાદી નેતા અને સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને ધમકી આપી હતી.
![હિન્દુ નેતાઓને જાનથી મારી નાખવાના ષડયંત્રનો પર્દાફાશ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-05-2024/21386160_b.png)
દોઢ વર્ષથી પાકિસ્તાનનો નંબર: સર્વલેન્સના આધારે આખરે પોલીસ મોલવી સુધી પહોંચી અને જ્યારે તેની પૂછપરછ હાથ ધરી, ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી તે પાકિસ્તાનના મોબાઈલ નંબરના એકધારક તથા નેપાલના મોબાઈલ નંબર ધારક શહેનાઝ સાથે સંપર્કમાં હતો. આ ઉપરાંત તે પાકિસ્તાન, વિયતનામ, ઇન્ડોનેશિયા, કજાકિસ્તાન, લાઓસ જેવા અલગ અલગ દેશના કોડ વાળા વોટ્સએપ મોબાઇલ નંબરના ધારકોના પણ સંપર્કમાં હતો. પોલીસે તેની સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ 153A, 467, 468, 471, 120B, 0 સહિત આઇટી એકટ 2000ની કલમ 66D, 67,67A હેઠળ ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી છે.
![કામરેજના કઠોરથી મૌલવીની ધરપકડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-05-2024/21386160_d.png)
હિન્દુ નેતાઓ ટાર્ગેટ પર હતા: આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, હિન્દુવાદી નેતાઓને ધમકી આપવામાં મામલે ક્રાઈમ બ્રાન્ચ છે. કામરેજના કઠોરથી મૌલવીની ધરપકડ કરી છે. આરોપી મોહમ્મદ સોહેલ અબુબકર મોલવી પાકિસ્તાન નેપાળના લોકોના સંપર્કમાં હતો. આરોપી હૈદરાબાદના ધારાસભ્ય અને હિન્દુવાદી નેતા રાજા સિંહ સહિત નુપુર શર્માને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપવાનું ષડયંત્ર રચ્યું હતું.
![આરોપી કઠોળ ગામના એક મદરેસામાં વિદ્યાર્થીઓને આપે છે તાલીમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-05-2024/21386160_c.png)
ગન અને પૈસા પાકિસ્તાનથી આવનાર હતા: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મૌલવી વારંવાર ઘટનાને અંજામ આપવા માટે પાકિસ્તાનથી હથિયાર મંગાવવા માટે દબાણ કરી રહ્યો હતો. હથિયાર જલ્દી મંગાવવા માટેની ચેટ પણ સામે આવી છે. હિન્દુવાદી નેતાઓ ના અનેક નિવેદનોના કારણે આરોપીએ તેમને ટાર્ગેટ કર્યો હતો. પાકિસ્તાનના હેન્ડલરે હિન્દુ નેતાઓને ધમકી આપી અને જાનથી મારી નાખવા માટે એક કરોડ રૂપિયા આપવાની વાત પણ કરી છે.
વાત કરવા માટે ગેમ એપ્સ સહિત અન્ય માધ્યમો: અનુપમ સિંહ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી પાકિસ્તાન સહિત અન્ય દેશોના વર્ચ્યુઅલ મોબાઈલ નંબર પરથી ફોન કર્યા હતા. એટલું જ નહીં વ્હોટ્સ એપ સહિત અન્ય સોશિયલ મીડિયા પર ચેટ કરતી સમયે તેઓ રડાર પર ન આવે આ માટે લુડો સહિત અન્ય એપ પર તેઓ વાતો કરતા હતા જે અંગેની જાણકારી તપાસમાં વધુ બહાર આવશે.
![આરોપી મૌલવી મુળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનો રહેવાસી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-05-2024/21386160_a.png)
હિન્દુ નેતાઓ માટે કોડવર્ડ રાખતા હતા: સાથે તેઓએ જણાવ્યું હતું કે જે હિન્દુવાદી નેતાઓને તેઓ ટાર્ગેટ કરતા હતા તેમની માટે તેઓએ કોડ વર્ડ પણ રાખ્યું હતું, જેમાં સુરતના ઉપદેશ માટે તેઓ ઢક્કન શબ્દ વાપરી રહ્યા હતા જે વાત ચેટમાં બહાર આવી છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થાય તે પહેલા તેઓ કોઈ હુમલાની પ્લાનિંગ કરી દેશના માહોલને ખરાબ કરવા માંગતા હતા કે નહીં તે અંગેની પણ તપાસ પોલીસ કરી રહી છે.
પોલીસ કાર્યવાહીનો ધમધમાટ: સુરતના ઉપદેશ રાણાને ધમકી આપવામાં આવી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી ઉપદેશ રાણા સુરતમાં એનજીઓ ચલાવે છે તેમના આજે સંઘના કમલેશ તિવારીની હત્યા વર્ષ 2019 માં લખનઉ કરવામાં આવી હતી. અગાઉ કિશન ભરવાડ હત્યા પ્રકરણમાં પણ ઉપદેશ રાણાને એમના નિવેદન બાબતે ધમકી મળી ચૂકી છે ઉપદેશ રાણાને X કેટેગરીની સુરક્ષા પણ આપવામાં આવી હતી.