સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત મહા નગર પાલિકા તેમજ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સાથે ડ્રીમ સિટીના વિકાસ કાર્યોને મળી કુલ 5040 કરોડથી પણ વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કર્યુ હતું. તેમણે રેલવે મંત્રાલયના પણ રૂપિયા 1100 કરોડથી પણ વધુના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું.
![વડાપ્રધાને વિરોધીઓ પર વાકપ્રહાર કરવાની તક ઝડપી લીધી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-02-2024/20817161_c_aspera.jpg)
મોદી ગેરંટીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં જનસભા સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, દેશના 100થી પણ વધુ જિલ્લા વિકાસથી દૂર હતા અને આજે 100 જેટલા જિલ્લા વિકાસ માટે તૈયાર થયા છે અને આગળ વધી રહ્યા છે. મોદીની ગેરંટી જ્યાંથી શરૂ થાય છે ત્યાં બીજાની ઉમીદ પૂરી થાય છે. મોદી ગેરંટીના કારણે દેશના ગરીબોને વિશ્વાસ થયો છે કે તેમને પાકું મકાન મળશે. ગરીબને ભૂખ્યા સૂવું નહિ પડે. મોદી ગેરંટી ના કારણે હવે દુકાનદાર, ખેડૂત, ગરીબ, મજૂરો ને વીમા અને પેન્શન યોજનાના લાભો મળી રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરે આદિવાસી વિસ્તારમાં સિકલસેલ અનિમિયા બીમારીને દૂર કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
નાના શહેરોમાં કનેક્ટિવિટી વધીઃ દેશની આર્થિક સ્થિતિ સંદર્ભે વડાપ્રધાન મોદીએ કૉંગ્રેસ પર વાકપ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, કૉંગ્રેસ ભારતને 11મા નંબરની ઈકોનોમી બનાવી હતી. જેના કારણે નાના શહેરો અને ગામોના વિકાસ થઈ શક્યા નહોતા. ભાજપ સરકારે 10 વર્ષમાં ભારતને 5મા નંબરની ઈકોનોમી બનાવી છે. દેશના નાના શહેરોમાં કનેક્ટિવિટી વધી છે એટલું જ નહિ કૉંગ્રેસના શાસનમાં ગરીબોની ઝુપડપટ્ટી વધી હતી. અમે આજે 4 કરોડથી પણ વધુ આવાસ ગરીબો માટે બનાવ્યા છે. આજે દુનિયા ડિજિટલ ઈન્ડિયા ને ઓળખી રહી છે આ બાબતે ક્યારે કૉંગ્રેસે મજાક પણ કર્યા હતા. નાના શહેરોમાં સ્ટાર્ટઅપ પણ વધ્યા છે જેના કારણે નવા લોકો અને ખાસ કરીને ખેલાડીઓની પ્રતિભા બહાર આવી રહી છે.
![વડાપ્રધાને વિરોધીઓ પર વાકપ્રહાર કરવાની તક ઝડપી લીધી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-02-2024/20817161_b_aspera.jpg)
જેટલી ગાળો તેટલો 400 પારનો સંકલ્પ વધુ મજબૂતઃ કૉંગ્રેસ પર વાકપ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, એક પરિવારના પૃષ્ટિકરણ અને ભ્રષ્ટાચાર દ્વારા કૉંગ્રેસે દેશને અન્યાય કર્યો છે. કૉંગ્રેસ દાંડીકૂચને ભૂલાવી છે. વિરોધીઓ મોદીની જ્ઞાતિ ને ગાળો આપે છે પરંતુ તેઓ જેટલી ગાળો આપશે તેટલો જ 400 પારનો સંકલ્પ વધુ મજબૂત થશે. 370 કમલ ખીલશે. દેશમાં પરિવારવાદ માનસિકતા નુકસાનદાયક છે. 25 વર્ષોમાં વિક્સિત ગુજરાત વિક્સિત ભારત બનાવવામાં આવશે.