ETV Bharat / state

સુરતમાં એક સાથે આઇસ્ક્રીમ ખાધા બાદ તાપણું કરતી 3 બાળકીના ટપોટપ મોત, કારણ હજુ અકબંધ

સુરતના સચિન વિસ્તારના પાલીગામે ચાર બાળકીઓએ આઇસ્ક્રીમ ખાધા બાદ ત્રણ બાળકીના મોત થતા તંત્ર દોડતું થયું છે. જાણો સમગ્ર ઘટના...

સુરતમાં એકસાથે આઇસ્ક્રીમ ખાધા બાદ 3 બાળકીના મોત
સુરતમાં એકસાથે આઇસ્ક્રીમ ખાધા બાદ 3 બાળકીના મોત (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 30, 2024, 9:45 PM IST

Updated : Nov 30, 2024, 9:56 PM IST

સુરત: સુરતના સચિન વિસ્તારના પાલીગામે ચાર બાળકીઓએ આઇસ્ક્રીમ ખાધા બાદ ત્રણ બાળકીના મોત થયાની ઘટના સામે આવી છે. ચારે બાળકીઓએ રાત્રે આઈસ્ક્રીમ ખાધો હતો. આઈસ્ક્રીમ ખાધા બાદ બાળકીઓને ઝાડા-ઉલ્ટી થયા હતા. ઝાડા ઉલટીમાં શંકાસ્પદ ત્રણ બાળકીના મોતના પગલે પરિવારમાં શોકનું મોજું ફળી વળ્યું હતું. કુલ ચાર બાળકી સચિન પાલી ગામ ખાતે આવેલા કાલી મંદિર પાસે તાપણું કરી રહી હતી. આ દરમિયાન એકાએક તાપણાનો ધુમાડો શ્વાસમાં જતા બાળકીઓ બેભાન થઈ ઢળી પડી હતી. હાલ સમગ્ર મામલે સચિન જીઆઈડીસી પોલીસે પરિવારનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તો બીજી બાજુ હાલ પોલીસે ત્રણે બાળકીઓની બોડીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસમોટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે. હાલ પરિવારે આઇસ્ક્રીમ ખાધા બાદ ત્રણે બાળકીઓનું મોત થયું હોવાની આશંકા પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ત્રણ બાળકીના મોત થતા તંત્ર દોડતું થયું
ત્રણ બાળકીના મોત થતા તંત્ર દોડતું થયું (Etv Bharat Gujarat)

પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો: પરિવારે જણાવ્યું હતુ કે, અમારા પરિવારની બાળકીઓ એક સાથે રેતીમાં રમી રહી હતી. ત્યારે તેઓએ ત્યાં આઇસ્ક્રીમ ખાધો હતો. બાદમાં તેઓ ઠંડી હોવાથી ત્યાં જ બાજુમાં કચરાનો ઢગલો હતો અને ત્યાં બાળકીઓ સાથે બસીને તાપણું કરી રહી હતી. અચાનક જ ચારે બાળકીઓને ઉલટીઓ થવા માંડી હતી. જેથી બાળકીઓને જોઈ અમે દોડી આવ્યા હતા. અમે તાત્કાલિક બાળકીઓની સારવાર નજીકની ખાનગી ક્લિનિકમાં કરાવી હતી. જ્યાં બાળકીઓને લઈ જતા તેઓ બેભાન થઈ ગઈ હતી. પરંતુ ખાનગી ક્લિનિકના ડોક્ટરે જોઈ, તપાસી અને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. પરંતુ અહીં સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબે બાળકીઓને જોઈ તપાસી તેમને મૃત જાહેર કરી હતી. ડોક્ટરે સમગ્ર બાબત પૂછતાં તેઓ તાત્કાલિક સચિન GIDC પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસનો કાફલો પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો.

ફૂડ પોઈઝનીંગથી બાળકીનું મોત: આ બનાવની જાણ થતા જ સુરત મેયર દક્ષેશ માવાણી નવી સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. તેઓ મૃતક બાળકીઓના પરિવાર સાથે પણ સંવાદ કર્યો હતો. બાળકીઓના મોત પાછળ અલગ-અલગ વાતો બહાર આવી હતી. જો આઇસ્ક્રીમ ખાવાથી બાળકીઓને ફૂડ પોઈઝનિંગ થયું હોય અને તેમનું મોત થયું હોય તો અન્ય લોકોનું પણ ફૂડ પોઈઝનિંગ થવાની શક્યતા છે. પરંતુ પોસ્ટમોટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે. તે ઉપરાંત જે કાંઈ જરૂર હશે તેવી મદદ કરવામાં આવશે.'

પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું કારણ બહાર આવશે: આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના RMO કેતન નાયકે જણાવ્યું હતું કે, ચારેય બાળકીઓને સવારે ત્રણ વાગ્યાની આસપાસ નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર ઉપર લાવવામાં આવી હતી. જ્યાં ત્રણ બાળકીઓને ફરજ પરના ડોક્ટરે જોઈ, તપાસી મૃત જાહેર કર્યું હતું. ત્રણે બાળકીઓના મોત પાછળ પરિવારનું અલગ અલગ નિવેદન સામે આવ્યું છે. જો આઈસ્ક્રીમ ખાવાથી બાળકીઓને ફૂટ પોઇઝનિંગ થાય અને તેમનું મોત થાય તો અન્ય ફૂડ પોઇઝનિંગની અસર અન્ય આઈસ્ક્રીમ ખાનાર લોકોને પણ થાય પરંતુ હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.'

સુરત મનપાના મેયર દક્ષેશ માવાણીએ ઘટના અંગે જણાવ્યું કે,'અમને હાલ જ સુરત સિવિલ હોસ્પિટલમાંથી કોલ આવ્યો કે એક બનાવ બન્યો છે. ગઈ કાલે ત્રણ બાળકીઓને સચિનના મારોલી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં જ બે બાળકીઓનું મોત થઈ ગયું હતું. તેમને રાત્રે જ સિવિલમાં લાવવામાં આવી હતી. એક ગંભીર હાલતમાં હતી. તેમના માતા-પિતાને મળ્યો. એમણે મને કીધુ કે મારી પાસે તો પૈસા પણ નથી. અમે આઈસ્ક્રીમ ક્યાંથી ખાઈએ. મારી છોકરીએ ચા અને ટોસ્ટ ખાધા છે. દરેક જગ્યાએથી અલગ અલગ વાત આવી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે અને પોસ્ટમોર્ટમ પણ થયું છે. સાચી હકીકત આજ રાત સુધીમાં બહાર આવી જશે. પેરેન્ટસ તરફથી અલગ વાત આવે છે. સ્થાનિકો તરફથી અલગ વાત આવે છે. ત્રણેય કારણ અલગ અલગ આવે છે. કદાચ તાપણું કર્યુ છે ને તેનો ઝેરી ગેસ શ્વાસમાં ચડ્યો હોય અને તરત જ બેભાન થઈ હોય આવુ લોકો માને છે. પરંતુ સાચી હકીકત એ નથી. સાચી હકીકત પોલીસનું ઈન્વેસ્ટીગેશન થાય અને પીએમ થયા બાદ જ બહાર આવશે. પરિવાર માટે સુરત મનપા ખડેપગે ઉભી છે. હું સંવેદન વ્યક્ત કરુ છું. કંઈ પણ જરૂર હોય તો સુરત મહાનગરપાલિકા તેમની સાથે છે.'

આ બનાવ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્યાંનું નિરીક્ષણ કર્યું હતું. હાલ સમગ્ર મામલે પોલીસ આગળની તપાસ કરી રહી છે ત્યારે બીજી બાજુ પોલીસ ત્રણે બાળકીઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટની પણ રાહ જોઈ રહી છે. અને અન્ય એક બાળકીનું પણ પોલીસ નિવેદન નોંધી રહી છે.

આ પણ વાંચો:

  1. ખેડા જિલ્લામાં ડિજિટલ એરેસ્ટનો કિસ્સો, મહુધામાં વૃદ્ધ દંપતીને ડરાવી સાઈબર ઠગોએ રૂ. 61 લાખ પડાવ્યા

Last Updated : Nov 30, 2024, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.