ETV Bharat / state

PM Modi Fans : વેશ અને વેપાર બંનેમાં પીએમ મોદીના ચાહક 62 વર્ષીય વૃદ્ધ, બમણી આવક મેળવતાં થયાં - પીએમ મોદી જેવો વેશ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકચાહના ખૂબ જ છે. આ ચાહકો પીએમ મોદીની પ્રશંસા સાથે કંઈને કંઈ અલગ કરતા જ હોય છે. ત્યારે હીરાનગરી સુરત શહેરમાં પણ પીએમ નરેન્દ્ર મોદીના એક અનોખા ચાહક જોવા મળી રહ્યાં છે. તેમને પીએમ મોદી જેવો લૂક ધારણ કરીને વેપારધંધામાં આવક બમણી થવાની આશા છે.

PM Modi Fans : વેશ અને વેપાર બંનેમાં પીએમ મોદીના ચાહક 62 વર્ષીય વૃદ્ધ, બમણી આવક મેળવતાં થયાં

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 22, 2024, 2:20 PM IST

પીએમ નરેન્દ્ર મોદીના એક અનોખા ચાહક

સુરત : દેશના વડાપ્રધાનના અનેક ચાહકો દેશમાં છે, ઘણી વખત તેઓના ચાહકો પીએમ મોદી જેવો વેશ પણ ધારણ કરતા હોય છે. ત્યારે સુરતમાં પણ પીએમ મોદીના એક અનોખા ચાહક છે. જહાંગીરપુરા વિસ્તારમાં ફૂટપાથ પર ચણાની અને ભેળની લારી ચલાવતા 62 વર્ષીય વૃદ્ધ અશોકભાઈને સુરતીઓ મોદી કાકા કહીને બોલાવે છે એટલું જ નહી તેઓની સાથે સેલ્ફી પણ લઇ રહ્યા છે.

અશોકભાઈ પીએમ મોદીની જેવી દાઢી રાખે છે : સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં 62 વર્ષીય અશોકભાઈ મીર્ગીયા નમો દાણા ચણાની લારી ચલાવે છે. અશોકરભાઈ આમ તો 50 વર્ષથી સુરતમાં રહે છે પણ થોડાંક વર્ષોથી તેઓએ પોતાનો લુક હૂબહુ પીએમ નરેન્દ્ર મોદી જેવો કર્યો છે. જે બાદથી લોકોમાં તેમની નોંધ લેવાનું પ્રમાણ વધ્યું અને લોકો તેમને મોદી કાકા કહીને સંબોધન કરે છે. એટલું જ નહી, શાળાએ જતા બાળકો પણ તેઓને હાથ મિલાવીને મોદી કાકા કહીને બોલાવે છે.

લારીનું નામ પણ નમો પર રાખ્યું : અશોકભાઈ જહાંગીરપુરા વિસ્તારમાં દાણા ચણાની લારી ચલાવે છે અને લોકો તેમને મોદી કાકા કહીને બોલાવવા લાગ્યા હતાં જેથી તેઓએ પોતાની લારીનું નામ પણ નમો ભેલ અને દાણા ચણા રાખી દીધું હતું. તેઓની લારી પર નાસ્તો કરવા આવતા લોકો તેઓની સાથે સેલ્ફી પણ લઇ રહ્યા છે. અશોકભાઈ પીએમ મોદીની જેમ દાઢી રાખે છે અને તેઓ લારી પર આવે છે ત્યારે લોકો તેઓની સાથે સેલ્ફી લઈને નાસ્તાની લિજ્જત પણ માણે છે.

મારી ઉમર ૬૨ વર્ષ છે હું છેલ્લા 50 વર્ષથી સુરતમાં રહું છું અને દાણા ચણાની લારી ચલાવું છું, મેં થોડી દાઢી રાખી હતી અને કપડાં પણ મોદી સાહેબ જેવા પહેરૂ છું. જેથી લોકો મને મોદી સાહેબની જેમ જ ઓળખે છે. નાના બાળકો શાળાએ જતી વખતે મને હાથ હલાવીને મોદી કાકા તેમ કહીને જાય છે. બધાં મોદી સાહેબની જેમ જ મને ઓળખે છે...અશોકભાઈ મીર્ગીયા (ભેળ વિક્રેતા)

પીએમ મોદી માટે કશું કહેવા માટે શબ્દો ઓછા પડે : અશોકભાઈએ વધુમાં જણાવ્યું હતું કે બધા મને મોદી કાકા બોલાવતા હતાં જેથી મેં પણ પીએમનો પ્રચાર કરવાનું નક્કી કર્યું હતું અને બાદમાં મેં મારી લારીનું નામ પણ નમો રાખી દીધું છે. નામ બદલ્યા બાદ મારો ધંધો પણ વધ્યો છે. બધાં મને હવે મોદી કાકા જ કહીને બોલાવે છે. ત્યારે પીએમ મોદી માટે કહેવા માટે શબ્દો ઓછા પડે છે. તેઓના જેવા પીએમ મળવા ખૂબ જ મુશકેલ છે. પીએમ ગરીબોને આવાસો પણ આપી રહ્યા છે. પહેલાં હું ઝૂંપડામાં રહેતો હતો પરંતુ બાદમાં મેં આવાસમાં ફોર્મ ભર્યું હતું અને મને ઘર પણ મળ્યું છે.

  1. PhD On PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર PhD કરનાર સુરતના વકીલ ડો. મેહુલ ચોકસી
  2. 5 વર્ષના જુનિયર મોદીને યાદ છે PM મોદીના A ટુ Z પ્રોજેક્ટ, જૂઓ વીડિયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.