ETV Bharat / state

બારડોલી જળબંબાકાર: ત્રસ્ત રહીશોએ પ્રાંત કચેરીમાં રામધૂન બોલાવી - Surat News - SURAT NEWS

સુરત જિલ્લામાં અતિ ભારે વરસાદને પરિણામે મીંઢોળા નદીની જળ સપાટી વધતાં બારડોલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જવાથી લોકોને હાલાકી વેઠવી પડી હતી. 2 દિવસથી પાણીમાં ગરકાવ વિસ્તારના રહીશોએ પ્રાંત કચેરી પહોંચી રામધૂન બોલાવી હતી.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 24, 2024, 6:44 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

સુરતઃ છેલ્લા 4 દિવસથી સુરત જિલ્લામાં વરસી રહેલા અતિ ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. ગત રાત્રે દરમ્યાન પડેલા ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી. બારડોલી, મહુવા અને પલસાણા તાલુકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. બારડોલીમાં ગત રાત્રે 12 વાગ્યાથી અત્યાર સુધીમાં 7, પલસાણામાં 6.5 અને મહુવામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે.

સ્થિતિ દયનીયઃ ભારે વરસાદને કારણે બારડોલી શહેરના ડી.એમ.નગર સોસાયટીમાં કેટલાક ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. લોકોનું ઘરમાં રહેવું અને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો પણ અડધા પાણીમાં ડૂબી ગયા હતા. ભારે વરસાદ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

મીંઢોળા નદીનું જળસ્તર વધ્યુંઃ મીંઢોળા નદીની જળ સપાટીમાં વધારો થતાં નદી કિનારે આવેલા તલાવડી, કોર્ટની સામેનો ખાડો, રામજી મંદિર, માતા ફળિયા, ગાંધી રોડ પર આવેલ રાજીવનગર, કબીરનગર સહીતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. લોકો સ્વૈચ્છીક રીતે ઊંચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કર્યુ હતું. અસરગ્રસ્તો માટે કુમાર શાળામાં આશ્રયસ્થાનની સગવડ કરવામાં આવી હતી. ઉપરવાસમાં પણ ભારે વરસાદ હોવાથી હાલત કફોડી થઈ ગઈ હતી. બારડોલીમાં નગર પાલિકા શાસકોની બેદરકારી કારણે ડી.એમ.નગર, ધામડોદની શિવશક્તિ સોસાયટી, કાછિયા પાટીદાર સમાજની વાડી, માનસરોવર સોસાયટી સહિતના વિસ્તારોના રહીશોને હાલાકી વેઠવી પડી હતી. બારડોલી-કડોદ રોડ પર પણ વરસાદી પાણીને કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

પ્રાંત કચેરીમાં રામધૂનઃ બારડોલી શહેરના ડી.એમ.નગર, એમ.એન.પાર્ક સહિતના રહીશોમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણની માગ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં રહીશોએ બુધવારે પ્રાંત કચેરી ખાતે રામધૂન બોલાવી હતી. તેમણે નવી બની રહેલી સોસાયટીની દીવાલ તોડવાની માગ કરી હતી. લોકોનો રોષ જોઈ બારડોલી પ્રાંત અધિકારી જીજ્ઞા પરમાર, મામલતદાર દિનેશ ગીનીયા, ચીફ ઓફિસર મિલન પલસાણા સહિતની ટીમે તમામ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવા નગર પાલિકા તંત્રને સૂચના આપી હતી.

બારડોલી તાલુકામાં 26 રસ્તા બંધઃ બારડોલી તાલુકામાં ભારે વરસાદને કારણે 26 અને મહુવા તાલુકામાં 5 અને પલસાણા તાલુકાના 16 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. બારડોલીનો હરીપુરાથી માંડવીના કોસાડીને જોડતો તાપી નદી પરનો કોઝવે પાણીમાં ડૂબી જતાં 12 ગામોનો કડોદ અને બારડોલી સાથેનો સીધો સંપર્ક કપાઈ ગયો છે. આ ઉપરાંત બારડોલીથી ઉતારા વધાવાને જોડતો ચીક ખાડી પર બનેલો નવો ઊંચો પુલ પણ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહન વ્યવહાર માટે બંધ કરી તમામ રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

હાલ મીંઢોળા નદીમાં ઉપરવાસમાંથી પાણી આવવાને કારણે બારડોલી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તલાવડી અને કોર્ટના ખાડા વિસ્તારના લોકોને સુરક્ષિત જગ્યાએ આશરો આપી તેમને માટે ભોજનની વ્યવસ્થા પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે... જીજ્ઞા પરમાર(SDM, બારડોલી)

  1. માંગરોળમાં ભૂખી નદીનું રુદ્ર સ્વરૂપ : નદીના પાણી ઘરોમાં ઘૂસ્યા, SDRF ટીમે 22 લોકોને રેસ્ક્યુ કર્યા - Surat Rainfall Update
  2. ડેમના દરવાજા ખુલતા મોજ નદી બની ગાંડીતુર : કોઝવે પાણીમાં ગરકાવ, વાહન વ્યવહાર ઠપ થયા - Moj Dam Gates Opened

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.