ETV Bharat / state

Surat News : એશિયન બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં 21 વર્ષની સિલ્વર મેડલિસ્ટ દિશા પાટીલ, સફળતાની સફર જૂઓ - એશિયન બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ

સુરતની 21 વર્ષીય દીકરીએ દિલ્હીમાં એશિયન બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. દેશવિદેશના 500થી વધુ બોડી બિલ્ડરો વચ્ચેની આ હરિફાઇમાં સૌથી નાની વયની દિશા પાટીલ હતી. પરંતુ તેણે સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

Surat News : એશિયન બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં 21 વર્ષની સિલ્વર મેડલિસ્ટ દિશા પાટીલ, સફળતાની સફર જૂઓ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 28, 2024, 5:25 PM IST

સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું

સુરત : રૂઢિચુસ્ત પરિવારની 21 વર્ષની દીકરીએ એશિયન બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી દિશા પાટીલે ઈન્ટરનેશનલ કક્ષાની બોડી બિલ્ડીંગમાં સિલ્વર મેડલ મેળવી પરિવાર જ નહીં પરંતુ તેમના તમામ પરિચિતોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. સૌથી મહત્વની વાત છે કે દિશાએ જ્યારે પ્રથમવાર બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો ત્યારે તેણે રૂઢિચુસ્ત હોવાના કારણે પરિવારને આ અંગે જાણકારી આપી નહોતી. પરંતુ આજે દિશાના જ પરિવારના લોકો તેની ઉપર ગર્વ અનુભવી રહ્યા છે.

એશિયન બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ

એશિયન બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ : સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા પાટીલ પરિવારની 21 વર્ષીય દીકરીએ દિલ્હી ખાતે આયોજિત એશિયન બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. દેશવિદેશના 500થી પણ વધુ બોડી બિલ્ડરો દ્વારા આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવામાં આવ્યા હતા જેમાં સૌથી નાની વયની દિશા પાટીલ હતી. પરંતુ તેમાં પણ તેણે સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

નાની વયમાં મોટી સિદ્ધિ : માત્ર 21 વર્ષની ઉંમરમાં આ સિદ્ધિ મેળવનાર દિશા પાટીલ પોતાની ઓળખ બનાવી સહેલી ન હતી. દિશા મરાઠી સમાજથી આવે છે, જ્યાં સામાન્ય રીતે કોઈ પણ દીકરી જીમ જાય એ સામાન્ય બાબત નથી. એટલું જ નહીં દિશાનો પરિવાર રૂઢિચુસ્ત પરિવાર હતો. પરિવારમાં દાદા દાદી માતાપિતા અને ભાઈ છે. તે રોજે ચારથી પાંચ કલાક બોડી બિલ્ડીંગ માટે વર્કઆઉટ કરે છે એટલું જ નહીં, છેલ્લા દોઢ વર્ષથી તે આવી જ રીતે મહેનત કરી રહી છે.

જ્યારે પ્રથમવાર જીમ જવાની શરૂઆત કરી ત્યારે પરિવારને આ અંગે જણાવ્યું ન હતું. લાઇબ્રેરી જવાનું કહી જીમ જતી હતી. ધીમે ધીમે ઘરમાં ખબર પડી. ઘરની અંદર ક્યારે પણ માંસાહારી વાનગીઓ બનાવવામાં આવતી નહોતી પરંતુ ડાયટના હિસાબે માંસાહારી વાનગીઓ ખાવી જરૂરી હતી જેથી પરિવારના વિરોધ વચ્ચે પણ ઘરે માંસાહારી વાનગીઓ બનાવવાની શરૂઆત કરી. આખરે પરિવારના લોકોએ અંતે સપોર્ટ કર્યો. જ્યારે પ્રથમવાર હું ચેમ્પિયનશિપમાં ગઈ હતી ત્યારે ભયના કારણે પરિવારને આ અંગે જાણ પણ કરી નહોતી. પરંતુ આજે મારા પરિવારના લોકો મારી સિદ્ધિના કારણે હશ્રના અશ્રુ સાથે ગર્વ અનુભવે છે...દિશા પાટીલ ( બોડી બિલ્ડર )

દાદાએ જોઇ દિશાની વિજેતા તસવીર : દિશાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપમાં છોકરીઓ બિકિની પહેનતી હોય છે અને મારા પરિવારમાં તે ક્યારે પણ સ્વીકાર કરવામાં આવે નહોતું. પહેલા આ અંગે મેં માતાને જાણ કરી હતી. જ્યારે મેં આ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો ત્યારે મને ભય હતો કે મારી તસવીર જ્યારે મારા પરિવારના લોકો જોશે ત્યારે તેઓ મારી ઉપર ખીજવાશે. કારણ કે આવા પ્રકારના પરિવેશ ક્યારે પણ મારા પરિવાર સ્વીકારે એમ નથી. તેમ છતાં જ્યારે હું સિલ્વર મેડલ જીતીને આવી અને મારા દાદાએ પ્રથમવાર મારી તસવીર જોઈ ત્યારે તેઓ એ કહ્યું હતું કે અમે તને ખોટી રીતે રોકતા હતાં જો તેને રોકવામાં ન આવી હોત તો આજે તે વધુ આગળ ગઈ હોત.

  1. Mp Women Bodybuilder: હનુમાન સામે અશ્લીલ પ્રદર્શન કરતી મહિલા બોડી બિલ્ડરો, કોંગ્રેસ અને હિન્દુ સંગઠનોએ ઉઠાવ્યો વાંધો
  2. છોકરીઓ માટે પ્રેરણા છે પ્રિયંકા, જાણો પાવર લિફ્ટર અને બોડી બિલ્ડરની કહાની

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.