ETV Bharat / state

સુરતમાં સૌ પ્રથમ વાર થઈ રહ્યું છે કઈંક આવું! મનપા 200 કરોડના પબ્લિક IPO બહાર પાડશે - Surat Municipal Corporation - SURAT MUNICIPAL CORPORATION

સુરત મહાનગર પાલિકા દ્વારા 200 કરોડ રૂપિયાના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. જે માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે. જેના પર નિર્ણય લેવામાં આવશે. જો મંજૂરી મળશે તો સુરત મહાનગર પાલિકા 200 કરોડ રૂપિયાનો ફંડ પબ્લિક આઈપીઓ બહાર પાડી જાહેર જનતા પાસેથી લેવા માટે પ્રયાસ કરશે., Surat Municipal Corporation

સુરત મનપા 200 કરોડના પબ્લિક IPO બહાર પાડશે
સુરત મનપા 200 કરોડના પબ્લિક IPO બહાર પાડશે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 18, 2024, 6:15 PM IST

સુરત મનપા 200 કરોડના પબ્લિક IPO બહાર પાડશે (Etv Bharat Gujarat)

સુરત: સુરત મહાનગર પાલિકા દ્વારા આવકના સ્ત્રોત વધારવા માટેના પ્રયાસો સતત જારી છે. હાલ સુરતમાં અનેક વિકાસના કાર્યો જારી છે. ત્યારે નવા-નવા પ્રોજેક્ટો માટે ફંડ એકત્રિત કરવા નગર પાલિકા પ્રયત્નશીલ છે. સોલર, વોટર અને વિન્ડ સહિતના એન્વાયરમેન્ટ એનર્જી સેક્ટરના કાર્યો માટે પાલિકા દ્વારા બજેટમાં 200 કરોડ રૂપિયાનો ગ્રીન બોન્ડ બહાર પાડવાની જાહેરાત મનપાના બજેટમાં કરવામાં આવી હતી.

જાહેર ભરણું બહાર પાડવાની તૈયારીમાં મનપા: જોકે તે સમયે પ્રાઇવેટ ઇશ્યૂ બહાર પાડવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. એટલે કે 200 કરોડ રૂપિયાનું ભરણું પ્રાઇવેટ સેક્ટર પાસેથી લેવાની તૈયારી હતી, પરંતુ પ્રાઇવેટ સેક્ટર્સ પાસેથી લેવામાં આવેલા ભરણાનો વ્યાજદર ઊંચો હોવાથી મનપાએ તેમા પાછળથી ફેરફાર કર્યો હતો અને પબ્લિક ઇશ્યૂ (જાહેર ભરણું) બહાર પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.

IPOની કિંમત 1000: પબ્લિક ઈશ્યૂ બહાર પાડવામાં આવશે તો વ્યાજ દર પાલિકા નક્કી કરી શકશે. તેથી પાલિકાને બચત પણ થશે. જેને પગલે પાલિકા દ્વારા આ નિર્ણય લેવાયો છે. તેના માટે એજન્સીની નિમણુંક કરવા સહિતની કામગીરી માટેના કામની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે, જેના પર શાસકો નિર્ણય લેશે. વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ આઇપીઓ માટે ફેસવેલ્યુ 1000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. મનપાના પર્યાવરણલક્ષી પાંચ પ્રોજેક્ટો 215.98 કરોડ રૂપિયા આંતરિક સ્ત્રોતમાંથી તથા રૂપિયા 168.60 કરોડ રૂપિયા અન્ય સ્ત્રોતમાંથી મેળવવામાં આવશે.

  1. જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં સળવળાટ, મુરતિયાઓને સાંભળવાની પ્રક્રિયા શરૂ - Junagadh News
  2. નવસારી પાણી પુરવઠા વિભાગમાં થયેલ કરોડોના કૌભાંડને લઈને મુકેશ પટેલે આપ્યું નિવેદન - Navsari water supply scam

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.