સુરતઃ પાકિસ્તાનમાં બેસીને ડોગરે ભારતમાં હિન્દુ નેતાઓની હત્યા કરવા માટે સ્લીપર સેલને એક્ટિવ કર્યા હતા. આ મામલે અત્યાર સુધી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી મૌલવી પાસે 2 ઈલેક્શન કાર્ડ તો બિહારથી ધરપકડ કરાયેલા મોહમ્મદ રઝા પાસે નેપાલની નાગરિકતા હોવાનું જાણવા મળ્યું છે.
યુપી એટીએસ સાથે મળીને તપાસઃ પાકિસ્તાનથી આરોપીઓને નાણાં મોકલવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશ એટીએસ એ જે આરોપીની ધરપકડ કરી છે તેનું કનેક્શન પણ પાકિસ્તાનના ડોગર સાથે જોડાયેલ છે. જેથી સુરત પોલીસ યુપી એટીએસ સાથે મળીને તપાસ કરશે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બેસીને ભારતના હિન્દુવાદી નેતાઓને જાનથી મારી નાખવા માટે ભારતના જ યુવાનોને સ્લીપર સેલ તરીકે વાપરી રહ્યો હતો. હિન્દુવાદી નેતા ઉપદેશ રાણા ને જાન થી મારી નાખવાની ધમકી મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે સુરત જિલ્લાના કામરેજ વિસ્તારથી મોલવી સોહિલની ધરપકડ કરી હતી.
અનેક ઘટસ્ફોટઃ મોલવીની ધરપકડ બાદ અનેક ઘટસ્ફોટ સામે આવ્યા છે. મોલવી સાથે અન્ય 2 લોકોની બિહાર અને મહારાષ્ટ્ર થી ધરપકડ કરવામાં આવી છે. બિહારથી મોહમ્મદ રઝા અને મહારાષ્ટ્ર થી શકીલની ધરપકડ કરાઈ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મોલવી પાસે 2 ચૂંટણી કાર્ડ છે જેની ઉપરના એપી નંબર અલગ અલગ છે આ સાથે મોલવી પાસે 2 જન્મના દાખલા પણ મળી આવ્યા છે જેમાંથી એક સુરત અને એક મહારાષ્ટ્રનું છે. એટલું જ નહીં બિહારથી ધરપકડ કરાયેલા આરોપી મોહમ્મદ રઝા નેપાળની નાગરિક છે પરંતુ તેની પાસે ભારતનું આધાર કાર્ડ પણ છે આ સમગ્ર મામલે હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
17 વર્ચ્યુઅલ નંબર મળી આવ્યાઃ ક્રાઈમ બ્રાન્ચના તપાસમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાનમાં બેસેલા ડોગર ભારતના પોતાના સ્લીપર સેલને વર્ચ્યુઅલ નંબર આપતો હતો જેમાં મોલાના મોહમ્મદ રઝાક અને સોહેલ સામેલ છે, આ લોકો પાસેથી 17 વર્ચ્યુઅલ અને 42 ઇમેલ એડ્રેસ મળી આવ્યા છે. આ વર્ચ્યુઅલ નંબર પરથી ગ્રુપ કોલિંગ કરી આ લોકો હિન્દુવાદી નેતાઓને ધમકી આપતા હતા. જેમાં નુપુર શર્મા પણ સામેલ છે. રામ મંદિર માટે પદયાત્રા કરનાર શબનમ શેખ, સુરેશ રાજપુત, ઉપદેશ રાણા, નિશાંત શર્મા, કુલદીપ સોની સહિતના લોકો સામેલ છે.. હિન્દુવાદી નેતાઓને જાનથી મારી નાખવા માટે આરોપીઓને ડોગર પાકિસ્તાન ભી હથિયાર પણ મોકલવાનો હતો એટલું જ નહીં આ માટે એક કરોડ રૂપિયા પણ પાકિસ્તાનથી મોકલવાની વાત તેને કરી હતી.
આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાનમાં બેસેલા ડોગર આ લોકોને ઓપરેટ કરતો હતો. જ્યારે ગ્રુપ કોલ કરવામાં આવતો હતો ત્યારે તેને એકે ફોર્ટી સેવન સાથે પોતાની તસ્વીર પણ ત્યાં મૂકી હતી. આરોપીઓ ને તે વર્ચ્યુઅલ નંબર મોકલતો હતો હવાલા મારફતે પણ આરોપીઓને પૈસા મોકલવામાં આવ્યા છે જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. મોલવી એ કઈ રીતે બે ઇલેક્શન કાર્ડ બનાવ્યા અને સાથે અન્ય આરોપી મોહમ્મદ રઝા કઈ રીતે નેપાલની નાગરિકતા ધરાવવા છતાં ભારતમાં આધારકાર્ડ બનાવે છે તે અંગેની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે. આરોપી મોહમ્મદ રજા નેપાલ માં ગારમેન્ટની દુકાનમાં નોકરી કરે છે. તે ભારત આવ્યો ત્યારે તેની ધરપકડ બિહારના મુઝફ્ફર પુર થી કરવામાં આવી હતી.
અગાઉ પણ મૌલવીની ધરપકડઃ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, હાલ હજી યુપીએટીએસ દ્વારા જી-આઉલ-હક નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેના સીધા સંપર્ક આઇએસઆઇ સાથે છે તેને જણાવ્યું છે કે તેને પણ ફંડિંગ પાકિસ્તાનમાં બેસેલા ડોગર દ્વારા કરવામાં આવી રહ્યો હતો. જેથી યુપી એટીએસ સાથે મળીને બંને કેસમાં જે ડોગર છે તે એક જ વ્યક્તિ છે કે નહીં તે અંગેની પણ તપાસ કરવામાં આવશે. કારણકે ફંડિંગ માટે બંને કેસમાં એક જ વ્યક્તિનું નામ આવી રહ્યું છે જે પાકિસ્તાનમાં છે. સુરતના આરોપીઓને પણ ફંડિંગ હવાલા મારફતે કરવામાં આવી છે જે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે આ સાથે પંજાબ અને પ્રદેશની પણ મદદ લેવામાં આવશે કે તેમની સડોવની ની અન્ય કેસોમાં છે કે નહીં. ડોગરની એક તસવીર પણ હાલ સામે આવી છે જેમાં તે હાથમાં એકે ફોર્ટી સેવન લઈને ઊભો છે.
પાકિસ્તાનના યુટ્યુબર મારફતે સ્લીપર સેલ એક્ટિવ કરતા હતાઃ સાથે સાથે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ભારતમાં રહેલા યુવાનો કે જે કટરવાદ મા માને છે આવા યુવાનોને ડોગર પોતાનો સ્લીપર સેલ બનાવતો હતો. ભારત વિરોધી વિચારધારા રાખનાર અને વિડીયો બનાવનાર પાકિસ્તાનના યુટ્યુબર જેશબાબા ને આ આરોપીઓ ફોલો કરતા હતા. આવા ફોલોવર જે લાઇક અને કમેન્ટ કરે તેમને પાકિસ્તાની ડોગર સંપર્ક કરતો હતો અને ત્યારબાદ તેમને હિન્દુવાદી નેતાઓને ટાર્ગેટ કરવા માટે હતો આવી રીતે તે દેશના યુવાનોને સ્લીપર સેલ તરીકે વાપરતો હતો.અગાઉ એન્ટી હિન્દુ પોસ્ટ ને લઈ મોલવીની જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી.