ETV Bharat / state

હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં સામેલ બિહારના શખ્સને સુરત લવાયો, ઘણા ખુલાસા થવાની શક્યતા - Surat Maulvi - SURAT MAULVI

હિંદુ નેતાઓની હત્યા કરવાનું કાવતરું ઘડીને એક કરોડ રુપિયાની સોપારી આપનાર મૌલવી મહમદ સોહેલ અબુબકર ટીમોલની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી રિમાન્ડ મેળવી પુછપરછ હાથ ધરી હતી. આ પુછપરછને આધારે ક્રાઈમ બ્રાન્ચે બિહારના શહેનાઝની ધરપકડ કરી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Surat Maulvi Bihar Mohmmad Ali Arrested Nepal Sim Card Crime Branch

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 11, 2024, 10:25 PM IST

સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝીયાએ મીડિયાને આપી માહિતી (Etv Bharat Gujarat)

સુરતઃ સુરતના કુખ્યાત મૌલવીનો વધુ એક સાથી મોહમ્મદ અલીની બિહારથી ઝડપાયો છે. આ આરોપી નેપાલના મોબાઈલ નંબરનો ઉપયોગ કરતો હતો. તે અગાઉ નેપાલ પણ જઈ આવ્યો છે. તે નેપાલ ઉપરાંત પાકિસ્તાન ગયો છે કે નહિ અને પાકિસ્તાનના હેન્ડલર તરીકે ભારતમાં ક્યારથી કામ કરે છે તે અંગેની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે.

નેપાલનો મોબાઈલ નંબરઃ મૌલવીના મોબાઈલ ફોનમાં નેપાળના આ મોબાઈલ નંબર ધારક શેહનાઝનું નામ હતું. ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું હતું કે નેપાલના મોબાઈલ નંબર ધારક શહેનાઝનું સાચુ નામ મોહમ્મદ અલી મોહમ્મદ સાબીર છે. જે માત્ર 25 વર્ષનો છે અને બિહારના મુજફરપુરમાં રહે છે. આરોપીને ખાસ પરવાનગી બાદ પ્લેનથી ક્રાઈમ બ્રાન્ચ સુરત લાવી હતી. આરોપીને મુઝફ્ફરપુર કોર્ટમાં રજૂ કરી 3 દિવસના ટ્રાન્ઝિટ રીમાન્ડ મેળવવામાં આવ્યા હતા.

આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝીયાએ જણાવ્યું હતું કે, મૌલવીના મોબાઇલમાંથી મળી આવેલા નંબર અને વ્હોટ્સએપ ચેટના આધારે અમે બિહારથી મોહમ્મદ અલીની ધરપકડ કરી છે. આરોપીના રિમાન્ડ દરમિયાન તે કઈ રીતે સંપર્કમાં હતો અને શું તેને પૈસા આપ્યા છે કે નહિ તેની તપાસ કરવામાં આવશે.

NIA અને સેન્ટ્રલ આઈબી દ્વારા તપાસઃ ઉલ્લેખનીય છે કે મૌલવીના દુબઈ, નેપાળ અને પાકિસ્તાન સિવાય અન્ય દેશોમાં કરેલા કોલની વિગતના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. તેને લીધેલી સોપારીના પૈસા તેને મળ્યા છે કે કેમ અને જે હથિયાર પાકિસ્તાનથી ભારતમાં આવી ગયા છે તે દિશામાં પણ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અન્ય રાજ્યોની પોલીસ પણ સુરત ક્રાઈમ બ્રાન્ચને આ સમગ્ર મામલે મદદ કરી રહી છે. અત્યાર સુધીમાં NIA અને સેન્ટ્રલ આઈબી દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.

  1. હિન્દુવાદી નેતાઓની હત્યાનું કાવતરું રચનાર મૌલવીના ઘરે પોલીસ તપાસ, ચાર શંકાસ્પદ બેગ મળી - Maulvi Mohammad Sohail
  2. 10 દિવસના રિમાન્ડ પર મૌલવી સોહેલ અબુબકર ટિમોલ, હિન્દુવાદી નેતા હતા નિશાને - Surat Police

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.