ETV Bharat / state

Surat Loksabha Seat : રાજકીય સનસનાટી મચાવનાર આમ આદમી પાર્ટીએ શા માટે સુરત લોકસભા બેઠક કોંગ્રેસ માટે ત્યજી?

સુરત મહાનગરપાલિકા અને વિધાનસભા ચૂંટણીઓમાં રાજકીય સનસનાટી મચાવનાર આમ આદમી પાર્ટી શા માટે સુરત લોકસભા ઠક કોંગ્રેસ માટે ત્યજી દીધી છે એવો સવાલ થવો સ્વાભાવિક છે. જૂઓ રાજકીય અંદાજો આ અહેવાલમાં.

Surat Loksabha Seat : રાજકીય સનસનાટી મચાવનાર આમ આદમી પાર્ટીએ શા માટે સુરત લોકસભા બેઠક કોંગ્રેસ માટે ત્યજી?
Surat Loksabha Seat : રાજકીય સનસનાટી મચાવનાર આમ આદમી પાર્ટીએ શા માટે સુરત લોકસભા બેઠક કોંગ્રેસ માટે ત્યજી?
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 6, 2024, 2:18 PM IST

સુરત : છેલ્લા 35 વર્ષથી ભાજપનો ગઢ ગણાતા સુરત સંસદીય મતવિસ્તારમાં આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકા અને વિધાનસભાની ચૂંટણીમાં શાસક પક્ષને આકરો પડકાર આપ્યો હતો. ત્યારે રાજકીય સનસનાટી મચાવનાર આમ આદમી પાર્ટી (AAP)ને આ વખતે લોકસભા બેઠક ચૂંટણી માટે પાર્ટી છોડવી પડી છે. આ બેઠક માટે કોંગ્રેસે ચૂંટણી પૂર્વે ગઠબંધન કરી લીધું છે. જ્યારે પક્ષ સંગઠને ભરૂચ અને ભાવનગરની સાથે સુરત બેઠક પર પણ મજબૂત દાવેદારી રજૂ કરી હતી.

પાછલી ચૂંટણીઓમાં આપનો દેખાવ : મહાનગરપાલિકાની ચૂંટણીમાં AAPએ સુરતમાં 27 બેઠકો પર જીત મેળવી હતી. આ ઉપરાંત વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ AAPના ઉમેદવારોએ ભાજપને ટક્કર આપી હતી અને તેના ઉમેદવારો ઘણા વિસ્તારોમાં બીજા ક્રમે રહ્યા હતા. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવી રહ્યું હતું કે AAP સંસદીય ચૂંટણીમાં પણ ભાજપને સખત ટક્કર આપી શકે છે. આ જ આધારે AAPના રાજ્ય સંગઠને ભરૂચ અને ભાવનગરની સાથે સુરત સંસદીય મતવિસ્તારમાં પણ મજબૂત દાવેદારી નોંધાવી હતી. સુરતમાં AAPનું સંગઠન પણ મજબૂત છે. તેમ છતાં AAP કેન્દ્રીય નેતૃત્વના કહેવાથી સુરતની બેઠક કોંગ્રેસ માટે છોડવી પડી હતી.

વિધાનસભા ચૂંટણીમાં 12માંથી આઠ બેઠકો પર AAP બીજા ક્રમે હતી : સુરતની 12 વિધાનસભા બેઠકોમાંથી 8 કતારગામ, મજુરા,લીંબાયત, વરાછા, કરંજ, કામરેજ, સુરત ઉત્તર, ચોર્યાસી વિધાનસભા બેઠકો એવી છે જેમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને પાછળ કરી બીજા ક્રમે મત હાંસલ કરવામાં રહી હતી. આવી પરિસ્થિતિમાં નિષ્ણાંતો માની રહ્યા હતા કે જ્યારે સુરત લોકસભા બેઠક પર ચૂંટણીની વાત આવે ત્યારે ભાજપ માટે આ સેફ સીટ પર આમ આદમી પાર્ટી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. પરંતુ ગઠબંધનના કારણે આમ આદમ પાર્ટીએ સુરત બેઠક પરથી ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.

ગઠબંધનને મજબૂત કરવા માટે નિર્ણય : આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.

રાજ્ય સંગઠને ભરૂચ અને ભાવનગરની સાથે સુરતમાંથી AAPના ઉમેદવાર ઊભા રાખવાની માગણી કરી હતી. આ ત્રણ બેઠક સાથે આમ આદમી પાર્ટી એ કુલ આઠ બેઠકો ગુજરાત માટે માંગી હતી.પરંતુ કોંગ્રેસ સાથે ગઠબંધનને કારણે સુરતની બેઠક છોડવી પડી હતી. સુરતના સંગઠનને વિશ્વાસમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય રાજ્યોમાં પણ આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ ગઠબંધન સાથે અનેક સીટો તેમને નથી આપી આ જ સમીકરણને ધ્યાનમાં રાખી અને સુરત સીટ તેમને આપી છે. અન્ય જે પણ સીટ કે જ્યાં કોંગ્રેસ ના ઉમેદવારો હશે ત્યાં આમ આદમી પાર્ટી પ્રચાર કરશે. આ ગઠબંધનને મજબૂત કરવા માટે આ નિર્ણય લેવાયો છે...ઈશુદાન ગઢવી (પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી )

ભાજપે રાહત અનુભવી : અહી ભાજપે પણ સુરત બેઠક માટે પહેલી યાદીમાં પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. સુરતથી લોકસભામાં બે વખત જીતેલા રેલવે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરાદોષ આ વખતે પણ દાવેદાર છે, પરંતુ પ્રથમ યાદીમાં તેમનું નામ ન હોવાના કારણે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે, આપના બદલે કોંગ્રેસ ચૂંટણી લડી રહી હોવાથી ભાજપ નેતૃત્વ રાહત અનુભવી રહ્યું છે. સૌથી અગત્યની વાત છે કે ભારતીય જનતા પાર્ટી સુરત બેઠક પર પાંચ લાખથી વધુ લીડ મેળવવાની વાત કરી રહી છે, ત્યારે જો આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર આ બેઠક પરથી ઉતાર્યો હોત તો ચોક્કસથી ભાજપ માટે મુશ્કેલી ઊભી થઈ હોત.

  1. Loksabha Election 2024: ભાજપની સુરક્ષિત બેઠક સુરત પર કોણે નોંધાવી દાવેદારી ? જાણો ટિકિટવાંચ્છુઓ વિશે
  2. Loksabha Election 2024 : સુરત લોકસભા બેઠકે પ્રથમ ગુજરાતી વડાપ્રધાન આપ્યાં, જાણો બેઠકની વિશેષતા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.