સુરત: શહેરના અડાજણ વિસ્તાર ખાતે આવેલા એલપી સવાની રોડ નજીક આરોપી દેમારામ બુધારામ ચૌધરી છેલ્લા એક મહિનાથી કોઈપણ પ્રકારના પરમિટ વગર ગેસ રીફિલિંગ કરતો હતો. આરોપી સુરસ્યાના પાલનપુર વિસ્તારમાં રહે છે. પરંતુ એ મૂળ રાજસ્થાનનો વતની છે. આરોપી છેલ્લા ઘણા સમયથી કોઈપણ પ્રકારની પરમિશન કે પરમિટ વગર એક બાટલામાંથી અન્ય બાટલામાં ગેસ રીફ્લિંગ કરતો હતો.
21 લાખથી પણ વધુનો મુદ્દા માલ કબજે: રહેણાંક વિસ્તાર કે જ્યાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરતા હોય છે એવા સ્થળે આરોપી આવી રીતે કામ કરતો હતો. આમ તે લોકોના જીવને જોખમમાં મૂકી ગેરકાયદેસરનું કામ કરતો હતો. જોકે પોલીસને આ અંગે જાણકારી મળતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાનું શરુ કર્યું છે. આ સાથે જ પોલીસે આરોપી પાસેથી 21 લાખથી પણ વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે.
પરમિટ વગર કરતો હતો ગેસ રીફ્લિંગ: એસીપી બીએમ ચૌધરીએ આ અંગે જણાવતા કહ્યું હતું કે, અડાજણ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ કરતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. વગર કોઈ પરમિટ આ વ્યક્તિ ગેસ રીફિલિંગ કરતો હતો. મુદ્દામાલ સાથે અડાજન પોલીસે ઝડપી પાડ્યો છે. આ અંગે વધુમાં જણાવતા તેમને કહ્યું કે, પોલીસને માહિતી મળી હતી કે એલપી સવાની રોડ ઉપર પાલનપુર રોડની બાજુમાં કેટલાક લોકો ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ કરે છે.
11 જેટલા બાટલા કબજે કરાયા: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપીની ધરપકડ સાથે અલગ-અલગ કંપનીના 11 જેટલા બાટલા કબજે કરાયેલ છે. જેમાં આરોપી દેવરાંગભાઈ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. અને સુરતના વીર સાવરકર નગર ઉગત નજીક રહે છે. આરોપી પાસેથી ઇન્ડિયન ગેસ, ભારત ગેસ સહિતના અન્ય બાટલા મળી આવ્યા છે. આરોપી છેલ્લા એક મહિનાથી આ ધંધો કરી રહ્યો હતો. હાલ આરોપીની પૂછપરછ ચાલુ છે.