ETV Bharat / state

સુરતમાં યુવતીનો આપઘાત, દૂરના કૌટુંબિક ભાઈએ પ્રેમમાં ફસાવી દુષ્કર્મ આચર્યાનો પરિવારનો આરોપ - SURAT CRIME NEWS

સુરતના કાપોદ્રામાં પસાર થતી તાપી નદીમાંથી અનુસુચિત જાતિની 20 વર્ષીય યુવતીની લાશ તાપી નદીમાંથી મળી હતી.

આરોપીઓની તસવીર
આરોપીઓની તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 14, 2024, 7:28 PM IST

Updated : Nov 14, 2024, 7:44 PM IST

સુરત: સુરતના કાપોદ્રા સિદ્ધકુટીર મંદિરની પાછળ તાપી નદીમાંથી એક 20 વષીય યુવતીની લાશ મળવાની ઘટનામાં કાપોદ્રા પોલીસે યુવતીના દૂરના કૌટુંબીક ભાઈ અને તેના મિત્ર વિરુદ્ધ આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. યુવતી છ મહિના અગાઉ દૂરના કૌટુંબીક ભાઈના સંપર્કમાં આવી હતી અને બંને સોશીયલ મીડિયા મારફતે સંપર્કમાં હતા.

યુવતીને હોટલમાં લઈ જઈને દુષ્કર્મ કર્યાનો આરોપ (ETV Bharat Gujarat)

રાત્રે ઘરેથી ગુમ થઈ હતી યુવતી
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કાપોદ્રામાં પસાર થતી તાપી નદીમાંથી અનુસુચિત જાતિની 20 વર્ષીય યુવતીની લાશ તાપી નદીમાંથી મળી હતી. 8મી તારીખે રાત્રે ઘરેથી ગુમ થયેલી યુવતી સાથે અઘટિત ઘટના બની હોવાના આક્ષેપ સાથે પરિવારજનો કાપોદ્રા પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા. પોલીસે ન્યાયિક તપાસની ખાતરી આપતા બાદમાં યુવતીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

લગ્ન પ્રસંગમાં યુવતી યુવકના સંપર્કમાં આવી હતી
પોલીસ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, યુવતી શનિવારે વહેલી સવારે 3.30 વાગ્યે ઘરેથી નીકળીને ઈંગ્લીશ મીડીયમ સ્કુલ પાસે એકલી પહોંચી હતી અને ત્યાં એક રીક્ષાચાલક પાસે મોબાઈલ ફોન માંગી તેણે કાનો પરમારને ફોન કર્યો હતો. થોડીવાર બાદ કાનો અન્ય એક યુવાન સાથે બાઈક પર ત્યાં આવ્યો હતો અને અનીતા તેમની સાથે બેસીને ગઈ હતી. આથી પોલીસે ઉત્રાણ ગરનાળા પાસે વિજયનગર સોસાયટીમાં રહેતા બુધાભાઈ પરમારની અટકાયત કરી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે છ મહિના પહેલા એક લગ્નપ્રસંગમાં યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને ત્યાર બાદ બંને સ્નેપચેટ અને અન્ય સોશીયલ મીડિયા મારફતે એકબીજાના સંપર્કમાં હતા.

કાપોદ્રા પોલીસ સ્ટેશનની તસવીર
કાપોદ્રા પોલીસ સ્ટેશનની તસવીર (ETV Bharat Gujarat)

આરોપી પોતે બે બાળકોનો પિતા
આરોપી પોતે સ્કૂલમાં સાફસફાઈનું કામ કરે છે અને બે બાળકોનો પિતા છે. પોતે પરણિત હોવાની હકીકત છુપાવી યુવતી તેની દૂરની કૌટુંબિક બહેન હોવા છતાં તેની સાથે બળજબરીથી અવારનવાર સંબંધ બાંધ્યો હતો. ગત શનિવારે મળસ્કે યુવતીએ ફોન કરતા તે મિત્ર રોહિત ઘુમડીયા સાથે બાઈક ઉપર ઈંગ્લીશ મીડીયમ સ્કુલ પાસે પહોંચ્યો હતો અને ત્યાંથી તે યુવતીને બાઈક પર બેસાડી પોતાનો ભાઈ જ્યાં સફાઈકામ કરે છે તે મોટા વરાછાની પનવેલ હોટલમાં લઈ ગયો હતો, ત્યાં બંને રૂમમાં ગયા હતા અને તેનો મિત્ર બહાર નજર રાખતો હતો. કલાક બાદ બંને રૂમમાંથી નીકળ્યા હતા અને કાનો તેને ઈંગ્લીશ સ્કૂલ પાસે મૂકીને ગયો. તેના ગણતરીના સમયમાં યુવતીએ આપઘાત કરી લીધો હતો.

યુવતીને ધમકાવીને દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ
પોલીસે આ તમામ હકીકતના આધારે તેમજ યુવતીના પરિવારજનોની કેફિયતના આધારે કાનો યુવતીને સંબંધ રાખવા અવારનવાર દબાણ કરી, સમાજમા બદનામ કરવાની ધમકીઓ આપી ડરાવતો હતો. તેથી તે આપઘાત કરવા મજબુર થઈ હતી તે મુજબનો ગુનો કાનો અને તેને મદદ કરનાર મિત્ર વિરુદ્ધ નોંધી બંનેની ધરપકડ કરી છે. પોલીસે કાનોનો મોબાઈલ ફોન પણ કબજે કરી તેને FSLમાં મોકલ્યો છે.

આ પણ વાંચો:

  1. રીક્ષામાં પેસેન્જરો સાથે લુંટ આચરતી ગેંગનો પર્દાફાશ, રાજકોટમાં ડીસીબી ટીમે ચાર શખ્સોને ઝડપયા
  2. પ્રિયાંશુ અને તેના મિત્રએ ગાળ દીધી અને ગુસ્સામાં....MBAના વિદ્યાર્થીની હત્યા મામલે આરોપી કોન્સ્ટેબલની સ્પષ્ટતા

Last Updated : Nov 14, 2024, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.