સુરત: વરિયાળી બજાર ખાતે ગણેશ પંડાલ પર પથ્થરો ફેંકી શહેરની શાંતિમાં પલીતો ચાંપવાના મામલે કાયદાના સંઘર્ષમાં આવેલા ૧૨-૧૩ વર્ષના છ ટાબરિયા સાથે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ વાતચીતો કરી હતી. તેમણે મેળવ્યું કે છ પૈકી એક ટાબરિયો ચબરાક દિમાગી નીકળ્યો હતો. કોઈ પુખ્ત વયનો રીઢો ગુનેગાર પણ ઝાંખો પડે તે રીતે ૧૩ વર્ષનો ટાબરિયો પોલીસ અધિકારીઓ સમક્ષ બિન્દાસ્તપણે વાતો કરતો હતો. ભળતી-ભળતી સ્ટોરી ઘડી કાઢી તેણે પોલીસ અધિકારીઓને રીતસરના ચકરાવે ચઢાવ્યા હતા.
પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરની રવિવારની રાતે ગણેશ પંડાલ પર છ લવરમુછીયાઓએ પથ્થરમારો કર્યો હતો. ઘટનામાં 12-13 વર્ષના છોકરાઓએ 1 કિમી દૂરથી આવી ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં પડદા પાછળ પ્રિ-પ્લાન કાવતરું ઘડનારા કોણ-કોણ છે તેને લઈને પોલીસે વિવિધ વિંગ્સ લાગી ગઈ છે. જેને લઈને સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ, ક્રાઇમ બ્રાન્ચ, હ્યુમન ઈન્ટેલિસન્સ અને એસઓજીના કર્મચારીઓ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાનમાં તપાસ વખતે 6 કિશોરમાંથી એક કિશોર તો એટલો ચબરાક છે કે, બેખૌફ બની પોલીસને ગોથે ચઢી રહી છે. પોલીસને ત્યારે ખબર પડી જ્યારે પોલીસે કિશોરના કહેવા મુજબ તપાસ કરી અને ત્યાં તેનું જુઠ્ઠાણું પકડાઈ ગયું હતું.
પોલીસના સવાલોના ચાલાકીથી જવાબ આપ્યા
સુરત પોલીસે પથ્થરમારામાં 12-13 વર્ષના છ કિશોરની સંડોવણી દેખાતા તેઓ કાયદાના સંઘર્ષમાં આવ્યા હતા. લાલગેટ પોલીસના અધિકારીઓએ તમામ સાથે મામલાને લઈને વાતચિત કરી હતી. ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ પણ વારાફરતી કિશોરોની પૂછપરછ કરી હતી. માલુમ પડ્યું કે, પથ્થર ફેંકનાર છોકરો 3 મહિનાથી મદરેસામાં જતો હતો. જ્યાં પોલીસની ગિરફ્તમાં રીઢા ગુનેગારોને પરસેવો વળી જાય, પણ આ કિશોરને પોલીસનો જાણે કોઈ ખોફ ન હોય તેવું તેનું વર્તન હતું. તે ગોળ-ગોળ વાતો કરતો અને પોલીસને ચકરાવે ચઢાવી દેતો. તેમને ઉકસાવનાર કોણ છે? આવું કરવાની જાણકારી કોણે આપી? વગેરે સવાલોના ભળતા જવાબો આપતો. ઉશ્કેરણી કરનારમાં તો મનફાવે તે વ્યક્તિના નામ આપી દેતો અને પોલીસ તેણે આપેલી વિગતો પ્રમાણે દોડતી અને પાછી કાંઈ હાથ લાગતું નહીં. 13 વર્ષના કિશોરની આ માનસિકતાએ ભારે પરેશાની ઊભી કરી દીધી છે.
પોલીસને જવાબ આપવા અન્ય કિશોરોને પણ આપતો ગાઈડન્સ
સગીર વયના 6 છોકરાને જુવેનાઇલ હોમમાં રજૂ કરાયા હતા. રવિવારે રાત્રે લાલગેટ પોલીસે કાર્યવાહી કરી હતી. શાતિર છોકરાએ અન્ય પાંચને પોલીસ સમક્ષ શું જવાબ આપવો તે સમજાવી દીધું હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળે છે.
ગરીબ પરિવારના છોકરાઓને કોણે હાથા બનાવ્યા ?
વરીયાવી બજારમાં ગણપતિ પંડાળમાં પથ્થરમારો કરીને શહેરની શાંતિ ડહોળવામાં પોલીસે જે કિશોરો કાયદાના સંઘર્ષમાં આવ્યા છે તે માત્ર 12 થી 14 વર્ષની વયના તરૂણો છે. આ કિશોરો સાવ સામાન્ય અને ગરીબ પરિવારમાંથી આવે છે. કોઈને ત્રણેક વર્ષ પહેલાં પિતાનું અવસાન થયા બાદ સાડીની મજુરી કરતી દાદી તેનું પાલન પોષણ કરી રહી છે. તો કોઈના પિતા શાકભાજી અને ત્રીજાના ડ્રાઇવિંગ કરે છે. 14 વર્ષના બે કિશોરો આઠમાં ધોરણમાં અભ્યાસ કરે છે. જોકે આવા જરૂરિયાત મંદ પરિવારના બાળકો પર કોને ટાર્ગેટ કરીને પોતાનો હાથો બનાવ્યા હશે તેને લઈને પોલીસ તો ઠીક પણ ખુદ શિક્ષણ જગત માટે પણ ચિંતાનો વિષય છે.
આ પણ વાંચો: