ETV Bharat / state

Surat Cyber Crime : વેપારીની પત્ની સાથે હોટલ રીવ્યુ તથા બીટકોઈન ટાસ્ક પૂર્ણ કરવાની લાલચે થઇ ગયો સાયબર ફ્રોડ - Surat Cyber Crime

કાપડ વેપારીની પત્નીને ટેલીગ્રામ ઉપર હોટલ રીવ્યુ આપવાથી તથા બીટકોઈન બાય અને સેલ કરવાના ટાસ્ક પૂર્ણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી લાલચો આપી 14.43 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતાં. વેપારીની પત્ની સાથે સાયબર ફ્રોડ મામલે પોલીસ ફરિયાદ થતાં સુરત સાયબર ક્રાઈમ સેલે આરોપી રત્નકલાકારને ઝડપી પાડી અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 7.72 લાખ રૂપિયા ફ્રીઝ પણ કરાવ્યા છે.

Surat Cyber Crime : વેપારીની પત્ની સાથે હોટલ રીવ્યુ તથા બીટકોઈન ટાસ્ક પૂર્ણ કરવાની લાલચે થઇ ગયો સાયબર ફ્રોડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 12, 2024, 10:19 PM IST

આરોપી રત્નકલાકાર ઝડપાયો

સુરત : સુરતમાં રહેતી એક પરિણીતાને ગત 09-12-2023 થી 11-12-2023 દરમ્યાન આરોપીઓએ હોટલને રીવ્યુ આપવાથી તેમજ બીટ કોઈન બાય સેલ કરવાના ટાસ્ક કરવાથી સારું એવું રીફંડ આપવામાં આવશે તેવી લોભામણી લાલચ આપવામાં આવી હતી. જેમાં મહિલાએ શરુઆતમાં 14,63,200 રૂપિયા ટ્રાન્સફર કરતા શરુઆતના સમયમાં 28,700 રૂપિયા રીફંડ પણ આપવામાં આવ્યું હતું જયારે બાકીના રૂપિયા પરત કરવામાં આવ્યા ન હતા.

વેપારીની પત્ની સાથે સાયબર ફ્રોડ : આખરે પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનું માલુમ પડતા મહિલાએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. અપેક્ષા રોડની શિકાર બનેલી મહિલા કાપડ વેપારીની પત્ની છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

7.72 લાખ રૂપિયા ફ્રીઝ : સાયબર સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઈમ સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને આ બનાવમાં રત્નકલાકાર તરીકે કામ કરતા 22 વર્ષીય મોઈઉદીન ભીખાભાઈ દાદનભાઈ બોળાતરને ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત પોલીસે આ બનાવમાં અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 7.72 લાખ રૂપિયા ફ્રીઝ પણ કરાવ્યા છે.

ઘર પર રેડ : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ફરિયાદી હાઉસવાઈફ છે અને તેમને મહિલાના નામથી ટેલિગ્રામ ઉપર મેસેજ આવ્યો હતો. હોટલ રીવ્યુ તેમ જ કરવાના ટાસ્ક પેટે સારું એવું વળતર આપવા માટેની લોભાવની વાતો કરવામાં આવી હતી. દરેક ટાસ્કમાં દોઢસો રૂપિયાનો નફો કરાવી વિશ્વાસ અને ભરોસો તેઓ કેળવી લીધા હતાં. બાદમાં ટાસ્ક પૂર્ણ કરવાના બહાને 14.63 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી. આરોપી હોડી બંગલા વિસ્તારમાં રહે છે જ્યાં રેડ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેના બેન્ક એકાઉન્ટની પણ તપાસ કરાઈ હતી.

  1. Vadodara Crime : વડોદરામાં ટાસ્ક ફ્રોડ ગેંગે અલગ અલગ પદ્ધતિથી 82.67 લાખ રુપિયા ખંખેરી લીધાં, ત્રણ આરોપીની ધરપકડ
  2. Cybercrime : ટેલીગ્રામ એપથી ઇન્વેસ્ટમેન્ટ અને રેટિંગના બહાને છેતરપિંડી કરતી ટોળકી સાયબર ક્રાઇમ પોલીસના સકંજામાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.