ETV Bharat / state

Rs. 10 Lakh Loot: સુરતમાં રૂ.10 લાખ લૂંટનો આરોપી ફરિયાદીનો મિત્ર જ નીકળ્યો, લૂંટનું રચ્યું હતું ષડયંત્ર - Friend is Accused

સુરત શહેરમાં મિત્રે જ બીજા મિત્રના લાખો રૂપિયા લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. શહેરના અડાજણ વિસ્તાર ખાતે રૂ.10 લાખ લૂંટ પ્રકરણમાં જ્યારે પોલીસે આરોપી સુધી પહોંચી ત્યારે પોલીસ પણ ચોકી ઉઠી હતી કારણ કે આ લૂંટની ઘટનાને અંજામ અપાવનાર કોઈ અન્ય નહીં પરંતુ ફરિયાદીનો મિત્ર હતો. Surat Crime News Rs 10 Lakh Loot Adajan Friend Accused

સુરતમાં રૂ.10 લાખ લૂંટનો આરોપી ફરિયાદીનો મિત્ર જ નીકળ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 24, 2024, 10:27 PM IST

લૂંટનું રચ્યું હતું ષડયંત્ર

સુરતઃ શહેરના અડાજણ વિસ્તાર ખાતે રૂ.10 લાખ લૂંટ પ્રકરણમાં જ્યારે પોલીસે આરોપી સુધી પહોંચી ત્યારે પોલીસ પણ ચોકી ઉઠી હતી કારણ કે આ લૂંટની ઘટનાને અંજામ અપાવનાર કોઈ અન્ય નહીં પરંતુ ફરિયાદીનો મિત્ર હતો.

સમગ્ર ઘટનાક્રમઃ અડાજણ પાટિયા જીલાની કોમ્પલેક્સમાં રહેતો 20 વર્ષીય ફૈઝાન ઈમરાન જાલિયાવાલા સિટીલાઈટ ખાતે બિસ્મિલ્લાહ યુસ સેન્ટર નામથી કોલ્ડ્રીંક્સની દુકાન ચલાવે છે. બપોરે અઢી વાગે ફૈઝાન ઉપર તેના મિત્ર નવાઝ આઝારીનો ફોન આવ્યો હતો. નવાઝે તેને 10 લાખ રૂપિયા લેવા માટે અડાજણ ખાતે આવેલી એસબીઆઈ બેંકમાં જવાનું કહ્યું હતું. ત્યાં સંજુ ખુરાના પાસે નાણાં લેવાનું કહેતાં તે ત્યાં પહોંચી ગયો હતો. દરમિયાન સંજુની બહેન મેઘા ખુરાના ત્યાં આવી હતી અને રોકડા પાંચ લાખ આપી ગઈ હતી. બાદમાં સંજુએ બીજા પાંચ લાખ રૂપિયા લેવા માટે ફૈઝાનને એલ.પી. સવાણી સર્કલ પાસે આવેલા પેટ્રોલપંપ પાસે બોલાવ્યો હતો. જ્યાં સંજુ અને તેના મિત્ર ગોપાલે આવીને બીજા 5 લાખ આપ્યા હતા. આમ 10 લાખ રૂપિયા ડિકીમાં મૂકીને ફૈઝાન મોપેડ લઈને ત્યાંથી નીકળ્યો હતો.

કેવી રીતે લૂંટ ચલાવી? અડાજણ મધુવન સર્કલ ગ્રીનસિટી રોડ પર ફૈઝાન સિગરેટ પીવા ઉભો રહ્યો હતો. ત્યાંથી અડાજણ પાટિયા ખાતે નવાઝને રૂપિયા આપવા નીકળ્યો હતો. ત્યારે લાઈફકેરની સામે એક કાળા કલરનો શર્ટ પહેરેલો અજાણ્યો ઈસમ મોઢા ઉપર માસ્ક પહેરીને આવ્યો હતો. જેને ફૈઝાન ધાકધમકી આપી તેની મોપેડ ઉપર બેસી અપહરણ કરીને લઈ ગયા હતા. ફૈઝાનને પાછળ બેસાડ્યો હતો. મોપેડ એલ.પી. સવાણી સર્કલ તરફ લઈ જતા બીજી એક મોપેડ ઉપર બે અજાણ્યા સાથે આવ્યા હતા. પાલ ગૌરવપથ રોડ બાગબાન સર્કલ પાસે લઈ ગયા હતા. જ્યાં ફૈઝાનને ધોલધપાટ કરી ધક્કો મારી ઉતારી દીધો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપી મોપેડ અને તેની ડિકીમાં મુકેલા 10 લાખ મળી કુલ 10.50 લાખની લૂંટ કરી નાસી ગયા હતા.

પોલીસ કાર્યવાહીઃ ફૈજાને અડાજણ પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા સામે 10 લાખની લૂંટની ફરિયાદ નોંધાવી હતી. અડાજણ પોલીસે આરોપીઓની ઓળખ થતા તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી અને આરોપીઓ સુધી પહોંચી હતી.

સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે જેમાં સંજુ રાજેશભાઈ અને રાકેશ ચૌધરી સામેલ છે આ બંનેને ફરિયાદી ફૈઝાન ઈમરાન જાલિયાવાલાના મિત્ર નવાજે ટીપ હતી. નવાજે પોતાના લોકોને ટીપ આપી હતી જેથી ફૈઝાનના માણસ પાસેથી 2 લોકો લૂંટ ચલાવી હતી...આર.પી.ઝાલા(એસીપી, સુરત પોલીસ)

  1. Junagadh: ફરિયાદી જ નીકળ્યો આરોપી, જૂનાગઢ પોલીસે માણાવદરના જીનર્સ દિનેશ કાલરીયાની કરી અટકાયત
  2. Surat Crime : ખેડપુર ગામે લૂંટારુ ટોળકીએ તબેલાના પશુપાલકને બંધક બનાવી લૂંટ મચાવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.