ETV Bharat / state

છેલ્લા 72 કલાકમાં સુરતના 5 પોલીસ સ્ટેશનમાં હત્યાના 5 બનાવ નોંધાયા, ચકચાર મચી ગઈ - Surat Crime News - SURAT CRIME NEWS

સુરતમાં વરાછા, ખટોદરા, લીંબાયત, મહિધરપુરા બાદ હવે ચોક બજાર કોઝવે પોલીસ મથકની હદમાં યુવકની હત્યાનો બનાવનો નોંધાયો છે. છેલ્લા 3 દિવસમાં સુરતના 5 પોલીસ સ્ટેશનમાં હત્યાના 5 બનાવ નોંધાતા ચકચાર મચી ગઈ છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Surat Crime News

છેલ્લા 72 કલાકમાં સુરતના 5 પોલીસ સ્ટેશનમાં હત્યાના 5 બનાવ

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 4, 2024, 4:06 PM IST

છેલ્લા 72 કલાકમાં સુરતના 5 પોલીસ સ્ટેશનમાં હત્યાના 5 બનાવ

સુરતઃ શહેરના કોઝવે ભાભી નદીમાં એક યુવકનો મૃતદેહ મળી આવવાની ફરિયાદ ચોક બજાર કોઝવે પોલીસ મથકમાં નોંધાઈ છે. સુરતમાં છેલ્લા 3 દિવસમાં હત્યાનો 5મો બનાવ નોંધાયો છે. માત્ર 72 કલાકમાં હત્યાના 5 બનાવની ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

5મો બનાવઃ ચોક બજાર કોઝવે પોલીસ મથકમાં નોંધાયો છે. જેમાં યુવકના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા છે. અજાણ્યા મૃતક યુવાનની ઉંમર આશરે 30થી 35 વર્ષની જણાઈ રહી છે. મૃતકની ઓળખ થાય તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. સુરતમાં વધુ 1 યુવકની હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

છેલ્લા 3 દિવસમાં 5 હત્યાઃ સુરત શહેરમાં છેલ્લા 3 દિવસમાં હત્યાના 5 બનાવથી શહેરમાં કાયદાને વ્યવસ્થા સંદર્ભે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તાપી નદી કોઝવે નજીક એક યુવકની લાશ મળી આવી છે. જ્યારે અગાઉ મહિધરપુરા પોલીસ મથકની હદમાં આવતા સુમુલ ડેરી રોડ રેલવે પાર્સલ ઓફિસ પાસે મોડી રાતે એક રીક્ષા ચાલકની હત્યા કરવામાં આવી હતી. મૃતકનું નામ શેરુ યાદવ હોવાનું સામે આવ્યું છે. વરાછામાં પ્રેમિકાને મળવા જતા પ્રેમીને માર મારતા તેનું મોત થયું હતું તે બનાવમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. ખટોદરા અને લીંબાયત વિસ્તારમાં પણ યુવકની હત્યાનો બનાવ સામે આવી ચુક્યો છે.

આ સમગ્ર મામલે ચોક બજાર પોલીસ મથકના ઈન્સ્પેક્ટર વિશાલ વાઘડિયાએ જણાવ્યું હતું કે, અમને 1 અજાણી લાશ અંગે કંટ્રોલરૂમમાંથી જાણ કરવામાં આવી હતી. આ મૃતક યુવકની ઉંમર આશરે 30થી 35 વર્ષ છે. તેના ગળાના ભાગે ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. યુવક કોણ છે તે અંગે અમે તપાસ કરી રહ્યા છે.

  1. ડિંડોલી હત્યા કેસ: આરોપી ઝડપાયો, મૃતક પણ હતો જેલ રિટર્ન
  2. હજી તો એક હત્યાનો ગુનો ઉકેલાયો નથી ને બીજો મૃતદેહ મળ્યો, સુરત પોલીસ માટે પડકાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.