ETV Bharat / state

Surat Crime : લોકરક્ષકે આત્મહત્યા કરી, માતાને ચિઠ્ઠી લખી વિશ્વાસઘાતની વેદના વ્યક્ત કરી - Lokrakshak Suicide in Singanpor

સુરતમાં મહિલા લોકરક્ષકની ફરજ બજાવતી યુવતીની આત્મહત્યાનો કિસ્સો બહાર આવ્યો છે. તેણે સ્યૂસાઈડ નોટ પણ લખી છે જેમાં પોતાની સાથે થયેલા વિશ્વાસઘાતની વેદના માતાને જણાવી છે.

Surat Crime : લોકરક્ષકે આત્મહત્યા કરી, માતાને ચિઠ્ઠી લખી વિશ્વાસઘાતની વેદના વ્યક્ત કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 19, 2024, 10:26 AM IST

સુરત : સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ટપાલ ડ્યુટીની ફરજ નિભાવતી મહિલા લોકરક્ષકે આજે સિગણપોર વિસ્તારના મહેશ્વરી પેલેસ ફલેટમાં પાંચમાં માળે આવેલા તેના રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને તેની પાસેથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી. તેમાં પોતાની માતાને ઉદ્દેશીને કોઈ પર વિશ્વાસ મુકેલો તે તેની ભૂલ હતી તેવુ લખાણ લખેલુ છે. બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોચી ગયા હતાં.

લોકરક્ષકે આત્મહત્યા કરી : પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર 25 વર્ષિય હર્ષના મહેન્દ્રભાઈ ચૌધરી સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હતી. સોમવારે રાત્રીના પોલીસ સ્ટેશનમાં હાજરીના સમયે પણ હર્ષના ચૌધરી આવી હતી તે પછી ઘરે ગયા બાદ તેનો સંપર્ક થઈ શક્યો નહોતો. જેથી પોલીસ દ્વારા તેના પરિચિતોને જાણ કરી હતી. હર્ષના ચૌધરી હાલમાં સિંગણપોર મહર્ષિ સ્કુલ પાસે આવેલા મહેશ્વરી પેલેસમાં પાંચમાં માળે આવેલા ફલેટમાં ભાડેથી રહે છે. ત્યા તપાસ કરાવતા હર્ષના પંખા સાથે દોરી બાંધીને લટકેલી હાલતમાં મળી આવી હતી.

માતાને ચિઠ્ઠી લખી વિશ્વાસઘાતની વેદના વ્યક્ત કરી : ઘટનાની જાણ થતા પોલીસ સ્ટેશનના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા. જયાથી પોલીસે એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં હર્ષનાએ તેની માતાને ઉદેશીને કોઈ પર વિશ્વાસ મુકેલો તે તેની ભૂલ હતી તેવો ઉલ્લેખ કર્યો છે. આ બાબતે એસીપી એલ. બી. ઝાલાએ જણાવ્યું હતું કે મહિલા લોકરક્ષક હર્ષના ચૌધરીએ કરેલી આત્મહત્યા કેસની પોલીસ ઉડાણપૂર્વક તપાસ કરશે. તેમજ સ્યૂસાઈડ નોટમાં તેણે કોઈના પર વિશ્વાસ મુક્યો તેવો ઉલ્લેખ કર્યો છે. તે વ્યક્તિ કોણ છે તેની તપાસ કરવા માટે હર્ષના ચૌધરીના મોબાઈલ ફોનની કોલ ડીટેઈલ પણ કઢાવવામાં આવશે.

  1. Surat Couple Suicide : સુરતમાં પ્રેમી યુગલે જીવન ટૂંકાવ્યું, પોલીસ તપાસમાં સામે આવી ચોંકાવનારી વિગતો
  2. Surat Suicide : પાલ વિસ્તારમાં 51 વર્ષીય શખ્સે કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં પોલીસ અધિકારીના નામનો કર્યો ઉલ્લેખ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.