સુરત: માત્ર 13 વર્ષની સગીરાને એક હવસખોરે પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. આ સગીરાને 2 મહિનાનો ગર્ભ રહી જતા સમગ્ર ઘટના બહાર આવી હતી. સગીરાને સતત પેટમાં દુખાવા અને ઉલટી થતા પરિવાર તેણીને હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં ડૉક્ટરે સગીરા ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું. પરિવારે સત્વરે ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ દાખલ થતા પોલીસે પોક્સો એક્ટ અંતર્ગત કલમો લગાડીને કેસ દાખલ કર્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે.
સમગ્ર ઘટનાક્રમઃ સુરતમાં રહેતા 39 વર્ષીય આરોપીએ પાડોશમાં રહેતી 13 વર્ષીય સગીરા પર દાનત બગાડી હતી. આ બાળકી અન્ય બાળકો સાથે રમવા જતી ત્યારે આરોપી પોતાના બદઈરાદાને પાર પાડતો. તે સગીરાને પોતાના ઘરે લાવતો, મોબાઈલમાં અશ્લિલ વીડિયો ક્લિપ બતાવતો અને પોતાની હવસ સંતોષતો હતો. છેલ્લા 1 વર્ષથી આ ઘટનાક્રમ ચાલ્યો આવતો હતો. જો કે પીડિતાને પેટમાં દુખતા અને સતત ઉલટીઓ થતા પરિવારજનો તેણીને હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં પરિવારને ડૉક્ટરે જણાવ્યું કે સગીરાને 2 માસનો ગર્ભ છે. પરિવારે સત્વરે આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે પોક્સો એક્ટ અંતર્ગત કલમ લગાડીને આરોપીની અટકાયત કરી લીધી છે. આરોપી છેલ્લા 1 વર્ષથી સગીરાને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો હતો.
આરોપી ફરિયાદીના ઘર નજીક રહે છે અને અશ્લિલ વીડિયો બતાવીને પીડિતા સાથે બળાત્કાર કરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આરોપી વિરુદ્ધ પોસ્કો એકટ ફરિયાદ નોંધવામાં આવી છે...આર.પી.ઝાલા (એસીપી,સુરત પોલીસ)