ETV Bharat / state

રાજસ્થાની વેપારી પાસે ખંડણી માંગી ફાયરિંગ કરનાર આરોપી ઝડપાયો, જાણો સમગ્ર મામલો... - Surat Crime - SURAT CRIME

રાજસ્થાની વેપારી પાસે એક કરોડની ખંડણી માગી પિસ્તોલથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની કોશિશ કરનાર ભાગી ગયેલ આરોપીને ઝડપાયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે નાસતા ફરતા આરોપી વિજય કળસીયાને દબોચી લીધો છે.

આરોપી વિજય કળસીયા
આરોપી વિજય કળસીયા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2024, 12:36 PM IST

સુરત : રાજસ્થાની વેપારી પાસે એક કરોડની ખંડણી માગી પિસ્તોલથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની કોશિશ કરનાર ભાગી ગયેલ આરોપીને ઝડપાયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને પકડીને મોટી સફળતા મેળવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે નાસતા ફરતા આરોપી વિજય કળસીયાને દબોચી લીધો અને તેને જેલના સળિયા ગણતો કરી દીધો હતો.

વેપારી પાસે ખંડણી માંગી ફાયરિંગ કરનાર આરોપી ઝડપાયો (ETV Bharat Gujarat)

ખંડણી અને ફાયરિંગનો મામલો : તારીખ 21 ફેબ્રુઆરી, 2019 ના રોજ આરોપી વિજય ડાયાભાઈ કળસીયાએ અન્ય લોકો સાથે મળીને ફરિયાદીની દુકાન પર જઈ 'તેરા ધંધા કાફી અચ્છા ચલ રહા હૈ, ગોવિંદ કુમાવત કો એક કરોડ રૂપિયા દેના પડેગા, ઔર પૈસે દો દિન મેં દેના પડેગા...' તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં ધમકી આપી ફરિયાદી વેપારીને જાનથી મારી નાખવાના ઇરાદે આરોપીઓ પિસ્તોલથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી નાસી ગયા હતા.

આરોપી વિજય ઝડપાયો : આ સમગ્ર મામલે રાજસ્થાનના પાલી સુમેરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં આરોપી વિજય નાસતો ફરતો હતો. સુમેરપુર એડિશનલ સેશન્સ જજે તેનો વોરંટ પણ ઇસ્યુ કર્યા હતો. પાંચ વર્ષ બાદ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને આરોપી વિશે માહિતી મળી હતી. બાતમીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ : આરોપી વિજય મૂળ ગુજરાતના અમરેલી જિલ્લાનો વતની છે અને હાલ તે સુરત શહેરના પાલનપુર ગામ ખાતે રહેતો હતો. આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્રના જલગાંવ પેથ પોલીસ મથક, સાયબર સેલ, અમરોલી પોલીસ સ્ટેશન, પુણાગામ પોલીસ સ્ટેશન, ભાવનગર ભરત પોલીસ સ્ટેશન અને ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ફરિયાદ નોંધાય છે. જેમાં આઈ.ટી એક્ટ, મારામારી સહિતના ગુનાઓ સામેલ છે.

  1. કામરેજમાંથી ઝડપાયેલ નકલી IPS અધિકારી લાજપોર જેલના સળિયા ગણશે
  2. સુરતમાં 9 વર્ષની સગીરા સાથે ઢગાએ કર્યા અડપલા કરનાર આરોપીની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.