સુરત: ગુજરાત ST નિગમની અદ્યતન સુવિધાયુક્ત 10 નવીન વોલ્વો બસોને સુરતના વાય જંક્શન પરથી કેન્દ્રીય જળશક્તિ સી.આર.પાટીલ અને રાજ્યગૃહ તેમજ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે.
આ બાબતે રાજ્ય ગૃહમંત્રી તેમજ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "નવીન વોલ્વો બસો દિવાળીના તહેવારમાં રાજ્યના નાગરિકો માટે ન્યૂનતમ ખર્ચ અને મહત્તમ સુવિધા સાથેની અત્યંત આધુનિક સવારી છે. આવનારા દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા ગામ-શહેરોને જોડતી વધુ બસો શરૂ કરી નાગરિકોની રોજિંદી સુવિધા સુખાકારીમાં વધારો કરાશે. લોક સુવિધામાં વધારો કરતી હાઈટેક બસોના સુસંચાલન માટે જવાબદાર નાગરિકોનો ફાળો-સહકાર પણ ખૂબ અગત્યનો છે. લોકોની મુસાફરી સરળ બનાવતી આ નવીન બસોને સ્વચ્છ અને સુઘડ રાખવી એ દરેક મુસાફરની નૈતિક જવાબદારી છે."
તમને જણાવી દઈએ કે, ફુલ્લી એરકંડીશન ધરાવતી 13.5 મીટર લાંબી આ વોલ્વો 47 સિટરની કેપેસિટી ધરાવે છે. સાથે પુશ બેક સીટ, ફાયર પ્રોટેક્શન એન્ડ અલાર્મ સિસ્ટમ, CCTV કેમેરા, ઈમરજન્સી એકઝીટ સ્ટેરકેસ, પેનિક બટન, મોબાઈલ ચાર્જરની સુવિધાઓ છે. આ સાથે જ દિવાળીના તહેવાર નિમિત્તે આ જ ST ના ડ્રાઇવર પોતાના પરિવાર સાથે દિવાળીના તહેવારની ઉજવણીનો ત્યાગ કરીને રાજ્યના નાગરિકો પોતાના પરિવાર સાથે દિવાળી બનાવી શકે તે માટે તેમણે પોતપોતાનાં ઘરે પહોંચાડશે.
આ પણ વાંચો: