ETV Bharat / state

કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારનું ફોર્મ રદ્, સુરત લોકસભા ચૂંટણી પહેલાં ભાજપની જીતનો રસ્તો સાફ - SURAT LOK SABHA SEAT - SURAT LOK SABHA SEAT

લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો સુરત લોકસભા બેઠક પરથી લાગ્યો છે. સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણી સહિત ડમી ઉમેદવારનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે.

નિલેશ કુંભાણી
નિલેશ કુંભાણી
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 21, 2024, 2:44 PM IST

Updated : Apr 21, 2024, 9:42 PM IST

નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારનું ફોર્મ રદ થવા મામલે વકીલો અને નેતાઓની પ્રતિક્રિયા

સુરત: સુરત લોકસભા બેઠક હવે કોંગ્રેસ મુક્ત થઈ ગઈ છે આવું કહી શકાય કારણ કે, આજે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવાર સુરેશ પલસાડા બંનેના ફોર્મ સુરત જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યા છે. છેલ્લા 30 કલાકથી હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે આખરે કોંગ્રેસના બંને ઉમેદવારોના ફોર્મ રદ કરાયા છે. કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પર ટેકેદારો દ્વારા જે સહી કરવામાં આવી હતી તેને પોતે ટેકેદારોએ જ ફેક ગણાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ફોર્મ પર કરાયેલી સહી તેમની નથી ત્યારબાદ ભાજપના ચૂંટણી એજન્ટ દ્વારા વાંધા અરજી કરવામાં આવી હતી અને અરજીની સુનાવણી બાદ આખરે સુરત ચૂંટણી અધિકારીએ બંને ફોર્મ રદ્દ કર્યા છે. હવે કોંગ્રેસ હાઇકોર્ટ જવા માટેની તૈયારીઓ કરી રહી છે. તો બીજી આ ઘટનાને લઈને કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ચૂંટણી અધિકારી પર ફોર્મ રદ કરવાની પ્રક્રિયાને લઈને જ સવાલ ઉઠાવ્યાં છે.

શક્તિસિંહ ગોહિલે ફોર્મ રદ્દ કરવાની પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ

જિલ્લા ચૂંટણી અધિકારીને જણાવ્યું: સુરત લોકસભા બેઠક પર સૌની નજર હતી કારણ કે અહી હાઈ વૉલ્ટેજ ડ્રામા લોકસભા ચૂંટણી અનુલક્ષીને સર્જાયો હતો. સુરતમાં હવે કોંગ્રેસના ઉમેદવાર અને ડમી ઉમેદવાર બંનેના ફોર્મ રદ્દ થયા છે. ફોર્મની સ્કુટની જ્યારે હાથ ધરાઈ હતી ત્યારે કોંગ્રેસના ઉમેદવારના ચારેય ટેકેદારોએ હાજર થઈને જિલ્લા ચૂંટણી અધિકારીને જણાવ્યું હતું કે, ફોર્મ પર જે ટેકેદારની સહી કરવામાં આવી છે તે તેમની નથી. ત્યારબાદ તેઓએ જિલ્લા કલેકટર કચેરી ખાતે આ જ નિવેદન કેમેરા સામે પણ આપ્યું હતું. ત્યારબાદ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારને નોટિસ આપી આ અંગે સ્પષ્ટતા કરવા માટે બોલાવવામાં આવ્યા હતા.

નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારનું ફોર્મ રદ્

અપહરણની ફરિયાદ કરાઈ હતી: પરંતુ કોંગ્રેસના બંને ઉમેદવાર હાજર તો થયા પરંતુ તેમના ચારેય ટેકેદારો તેમનાથી સંપર્ક વિહોણા થઈ ગયા હતા. કોંગ્રેસના તમામ નેતાઓએ આવીને આક્ષેપો કર્યા હતા કે, તેમના ટેકેદારોનુ અપહરણ કરવામાં આવ્યુ છે. આ મામલે તેઓએ સુરત ઉમરા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. બીજી બાજુ સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના બંને ઉમેદવારોને રવિવારે સવારે 11 વાગ્યે કલેકટર કચેરી ખાતે સુનાવણીમાં હાજર રહેવા માટે જણાવ્યું હતું. પરંતુ નિલેશ કુંભાણી ચારેય પૈકી એક પણ ટેકેદાર સાથે હાજર રહી શક્યા નહોતા.

બંને ફોર્મ રદ: સવારે 11:00 વાગ્યાથી આ સુનાવણી હાથ ધરાઈ હતી બપોરે સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવાર સુરેશ પડસાલાનું ફોર્મ રદ્દ કર્યું હતું.

કોંગ્રેસ કોર્ટમાં જશે: આ સમગ્ર મામલે કોંગ્રેસના વકીલ બાબુ માંગુકિયાએ જણાવ્યું હતું કે, અમને પોતાની વાત રજૂ કરવા માટેની તક આપવામાં આવી નથી. હાલ જે ચૂંટણી પંચ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે તે અમે દિલ્હી મોકલીશું અને ત્યાંથી જે નિર્ણય લેવામાં આવે તે રીતે અમે આગળ વધીશું. હાલ અમારી પાસે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જવા માટેની તક છે. ચોક્કસથી આ મુદ્દે અમે કોર્ટ જઈશું.

કલેકટર કચેરી ખાતે ઓન કેમરા ટેકેદારોએ કહ્યું હતું: કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મને લઇ વાંધા અરજી કરનાર દિનેશ જોગાણીએ જણાવ્યું હતું કે, અમારી સમક્ષ જ ચારેય ટેકેદારો આવ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે, ફોર્મ પર તેમની સહી નથી. અમે આ અંગે વાંધા અરજી કરી અને તપાસમાં પણ જાણવા મળ્યું હતું કે, આ સહી તેમની નથી કોંગ્રેસ કંઇ પણ આક્ષેપ કરે પરંતુ ચારેય ટેકેદારોએ કલેકટર કચેરી આવીને ઓનલાઈન વિડીયો રેકોર્ડિંગ કરીને જણાવ્યું છે કે, તેમની સહી નથી કોંગ્રેસ દ્વારા જે અપહરણની વાતો કરવામાં આવી રહી છે તે તદ્દન ખોટી છે.

નિલેશ કુંભાણી પણ સામેલ: જોકે આ સમગ્ર મામલે સુરત કોંગ્રેસના નેતાઓ હવે પોતાના જ ઉમેદવારો પર આંગળી ઉઠાવી રહ્યા છે. પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, ઉમેદવાર નિલેશ કુંભાણીના જે પણ ટેકેદારો હતા તે તેમના ભાગીદાર અને પરિવારના સભ્યો હતા? તો કઈ રીતે આક્ષેપ થઈ શકે કે તેઓએ સહી નથી કરી આ જે રીતે ઘટના બની છે તેમાં ચોક્કસથી કહી શકાય કે નિલેશ કુંભાણી પણ સામેલ છે.

નિલેશ શંકાસ્પદ: અન્ય કોંગ્રેસના નેતા પપ્પન તોગડિયાએ જણાવ્યું હતું કે, જે રીતે ઘટના સામે આવી છે તેનાથી ચોક્કસથી લાગે છે કે નિલેશભાઈ પણ શંકાના ડાયરામાં છે. કઈ રીતે આવી મોટી ઘટના બની શકે, તે ટેકેદારો કઈ રીતે ફોન બંધ કરી શકે તેઓ નિલેશભાઈના પરિચિત છે.

કોંગ્રેસના નેતા અસલમ સાયકલ વાળાનો આરોપ: આ ઘટના બાદ કોંગ્રેસના નેતા અસલમ સાયકલ વાળા તરફથી ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે તેઓએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકેલી પોસ્ટ મુજબ જણાવ્યું છે કે જે ટેકેદારોએ જણાવ્યું છે કે તેમની સહી ફોર્મ ઉપર નથી તેમનું સોગંદનામુ ભાજપના નેતા દ્વારા કરાવવામાં આવ્યું છે. ચારે ટેકેદારો જે વ્યક્તિ પાસે સોગંદનામુ કરાવ્યું છે તે કિરણ ઘોઘારી વકીલ ભાજપના સક્રિય કાર્યકર્તા છે અને અગાઉ યુનિવર્સિટીમાં તેઓ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય પણ રહી ચૂક્યા છે. કિરણ ઘોઘારી દરેક ભાજપ આ કાર્યક્રમમાં સક્રિય ભૂમિકા ભજવે છે આ જ કારણ છે કે આ સમગ્ર પ્રકરણમાં ભાજપની સીધી સંડવની નજર આવે છે.

સુરત જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કોંગ્રેસના નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવાર નું ફોર્મ રદ્દ કરવા પાછળનું આ છે કારણ.

ટેકેદાર રમેશ પોલરા તારીખ 20 એપ્રિલ 2022 ના રોજ સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા અને એક સોગંદનામુ રજૂ કર્યું અને જણાવ્યું કે નિલેશ કુંભાણીના ફોર્મમાં જે ટેકેદારની સહી છે તે તેમની નથી. જેથી તંત્ર દ્વારા જ્યારે તેની ચકાસણી કરવામાં આવી ત્યારે બારડોલી સબ રજીસ્ટાર કચેરી ખાતે રમેશ પોલરાના નામે નોંધાયેલા વેચાણ દસ્તાવેજમાં અને ફોર્મમાં બંને જગ્યાએ તેમની સહી વિસંગતતા નજર આવી..

આજ દિવસે એટલે 20 એપ્રિલ 2024 ના રોજ બીજા ટેકેદાર જગદીશભાઈ સાવલિયા પણ સુરત કલેકટર કચેરી પહોંચીને સોગંદનામુ રજૂ કર્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે નિલેશ કુંભાણીના ફોર્મમાં જે ટેકેદાર તરીકે સહી કરવામાં આવી છે તે તેમની નથી. જેથી તત્રે જ્યારે આ સહી અંગે જગદીશ સાવલિયા ના ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે સરખામણી કરી ત્યારે તેમાં પણ વિસંગતતા નજર આવી..

આવી જ રીતે ત્રીજા ટેકેદાર પણ 20 એપ્રિલ 2022 ના રોજ સુરત જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા. ધ્રુવિન ધામેલીયા એ પણ જગદીશ સાવલિયા તેમજ રમેશ પોલરાની જેમ તંત્રને જણાવ્યું કે ફોર્મમાં જે સહી ટેકેદાર તરીકે કરવામાં આવી છે તે તેમની નથી જેથી તંત્ર એ તેમની પણ સહીની ચકાસણી તેમના પાનકાર્ડ અને દરખાસ્તની સહી સાથે મેચ કરી પરંતુ એની અંદર પણ વિસંગતતા નજર આવી હતી. સુરત જિલ્લા ચૂંટણી અધિકારી સૌરભ પારગી એ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી નું ઉમેદવારી સહી ની કરેલી તપાસ બાદ રદ કરી

  1. કોંગ્રેસ-આપ નેતાઓનો દાવો, નિલેશ કુંભાણીના ટેકેદારોનું અપહરણ થયું ! - Lok Sabha Election 2024

Last Updated : Apr 21, 2024, 9:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.