સુરત : આનંદ ભાલેરાવ સુરતની અંધજન મંડળ સંચાલિત અંબાબેન મગનલાલ અંધજન સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. આનંદ જન્મથી જ બંને આંખોની સમસ્યાથી પીડિત છે. જ્યારે તે સાતમા ધોરણમાં ભણતો હતો, ત્યારે તેણે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું, ત્યારબાદ તેણે બંને આંખોની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી. પરંતુ આ નબળાઈ આનંદ માટે જીવનભરની નબળાઈ બની શકે છે, તેથી દ્રઢનિર્ધાર સાથે આનંદે તેની દ્રષ્ટિબાધ્યતાને તેના જીવનના માર્ગમાં આવવા નથી દીધી.
સહાયક વિના બોર્ડ પરીક્ષા આપવાનો સંકલ્પ : અન્ય પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી કરતા તેને ટેકનોલોજીનો ઉપયોગથી પરીક્ષા આપવાનું નક્કી કર્યું અને શાળાએ તેની મદદ કરી. બંને આંખથી દેખાતું નથી પરંતુ સામાન્ય વ્યક્તિની જેમ આનંદ સામાન્ય કમ્પ્યુટર કીબોર્ડ પર ઝડપથી ટાઈપ કરી શકે છે. મૂળ મહારાષ્ટ્રના આનંદના પિતા મજૂરી કામ કરે છે જેથી તે અંધજન શાળાના હોસ્ટેલમાં રહીને ધોરણ 12 તેની તૈયારી કરે છે. કોઈપણ નિર્ભર ન રહેવું પડે તે હેતુથી આનંદેે કોઈપણ સહાયકની મદદ વગર બોર્ડની પરીક્ષા 2024 આપવા માટે ટેકનોલોજીની મદદ લીધી.
ટાઈપિંગ પર ફોકસ કરી રહ્યો છું : આનંદે જણાવ્યું હતું કે નાનપણથી જ તેને દેખાતું નથી જીવનમાં તે આગળ વધવા માંગે છે પરંતુ કોઈની મદદ વગર. આ સૂત્ર સાથે મે નક્કી કર્યું હતું કે બોર્ડની પરીક્ષા 2024માં પણ મે કોઈ પણ સહાયક વગર પરીક્ષા આપશે. શાળામાં જે ટેકનોલોજીથી બનાવવામાં આવે છે તે ટેકનોલોજીથી મે ભણવાની શરૂઆત કરી. પરીક્ષા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. હવે હું ટાઈપિંગ પર ફોકસ કરી રહ્યો છું, કારણ કે ટાઈપિંગ સ્પીડ સારી હશે તો હું સમયસર તમામ સવાલોના જવાબ લખી શકીશ. મારા પિતા મજૂરી કરે છે તેમના તેમના જીવનમાં આજે રંગ નથી તે રંગ આપવામાં માગું છું. સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગુ છું. જેથી મારી જેમ અન્ય વિદ્યાર્થીઓ પણ વગર કોઈ સહાયક પરીક્ષા આપે અને નિર્ભર બને.
કીબોર્ડ પર ટાઈપ કરે છે તે સાંભળીને લખી શકે છે : અંધજન શાળાના આચાર્ય મનીષા ગજજરએ જણાવ્યું હતું કે, આનંદે શાળામાં ઉપલબ્ધ ટેક્નિકલ ટેક્નોલોજી દ્વારા અભ્યાસ શરૂ કર્યો. હવે તે કોઈપણ આસિસ્ટન્ટ વગર સીધા જ કોમ્પ્યુટરમાં તેના જવાબો લખી શકે છે, આથી તેને આવનારી બોર્ડની પરીક્ષા 2024માં આસિસ્ટન્ટ લેવાની જરૂર નથી. આનંદે પોતે જ જવાબ લખ્યો હતો. બોર્ડેને કહ્યું છે કે તેઓ આ વખતે પરીક્ષામાં કોઈપણ સહાયક વિના હાજર રહેશે, ત્યારબાદ ગુજરાત બોર્ડે તેમની માંગણી સ્વીકારી છે.
આ રીતે ગુજરાતનો પ્રથમ વિદ્યાર્થી બનશે : તે ગુજરાતનો પ્રથમ વિદ્યાર્થી હશે જે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ હોવા કોઈ પણ મદદનીશ વગર લેપટોપ કે કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા આપશે. સામાન્ય કીબોર્ડ પર તે સોફ્ટવેરના માધ્યમથી જે પણ શબ્દ ટાઈપ કરે છે તે સાંભળીને લખી શકે છે. ટોપ બેક નામનું સોફ્ટવેર છે જેની મદદથી જે શબ્દ તેઓ કીબોર્ડ પર ટાઈપ કરે છે તે સાંભળીને લખી શકે છે. જે પ્રશ્નપત્ર મળશે તે એક્ઝામિનર તેને પ્રશ્ન વાંચીને બતાવશે અને ત્યારબાદ આ સોફ્ટવેરની મદદથી તે ઉત્તર લખશે.