સુરતઃ બિહારનો વોન્ટેડ ગેંગસ્ટર સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપાયો છે. આ ગેંગસ્ટર સાથે અન્ય 1 ગુનેગારને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે આ ગેંગસ્ટર પાસેથી 5 જીવતા કારતૂસ અને 2 પિસ્તોલ પણ કબ્જે કર્યા હતા. બિહારમાં આ ગેંગસ્ટર પર રુપિયા 50000નું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
સમગ્ર ઘટનાક્રમઃ બિહાર પોલીસથી બચવા માટે વોન્ટેડ ગેંગસ્ટર અંકિત સિંહ સુરત આવી ગયો હતો. તે સચિન જીઆઇડીસી વિસ્તારમાં નોકરી પણ કરવા લાગ્યો હતો. વોન્ટેડ ગેંગસ્ટર સાડીના એક કારખાનામાં સાડી કટિંગ તેમજ ફોલ્ડિંગનું મજૂરી કામ કરતો હતો. અંકિત સિંહ સુરતમાં પોતાના મિત્ર કુમાર કુશવાહ સાથે રહેતો હતો. અંકિત સિંહ બિહારની કુખ્યાત નોટંકી ગેંગનો સૂત્રધાર હતો. નોટંકી ગેંગ બિહારના મુઝફ્ફરનગર અને છપરા સારનમાં ખૂબ જ એક્ટિવ છે. બિહારમાં અંકિત સિંહ પર હત્યા, લૂંટ, ધાડ, આર્મ્સ એક્ટ, પોલીસ પર હુમલો તેમજ રાયોટિંગ જેવા ગુના નોંધાયેલા છે. અંકિત સિંહ પર પર બિહાર પોલીસે 50000 રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું. ગેંગસ્ટરને પોતાના વતનના સરપંચ સાથે દુશ્મની હતી. તેથી તેણે પોતાના મિત્ર પાસેથી 20000 રુપિયામાં પિસ્તોલ ખરીદી હતી. સચિન જીઆઈડીસી પોલીસે આ ગેંગસ્ટર પાસેથી 5 જીવતા કારતૂસ અને 2 પિસ્તોલ ઝડપી લીધી હતી. અત્યારે બિહાર એસટીએફ બંને ગુનેગારોને લઈને બિહાર જવા રવાના થઈ છે.
ગેંગસ્ટર અંકિત સિંહ વિરુદ્ધ હત્યા, લૂંટ, ધાડ, આર્મ્સ એકટ, પોલીસ પર હુમલો તેમજ રાયોટિંગ જેવા ગંભીર ગુના નોંધાયેલ છે. અંકિત સિંહ પોતાના વતનથી ભાગીને સુરત આવી ગયો હતો અને એક કારખાનામાં સાડી કટિંગ અને ફોલ્ડિંગનું કામ કરતો હતો. બિહાર એસટીએફ હાલ બંને આરોપીઓને લઈ ગઈ છે...આર.જે.મેવાડા(એસીપી, સુરત પોલીસ)