સુરતઃ BAPS સંસ્થાના સંતો 18મી મેથી મેસેજિંગ એપ વોટ્સએપનો વપરાશ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વોટ્સએપને બદલે હવે ટેલીગ્રામ એપનો ઉપયોગ કરવાનું નક્કી કરાતા હરિભક્તો પણ આશ્ચર્યમાં મુકાયા છે. અગાઉ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા BAPS સ્વામિનારાયણ સંપ્રદાયમાં સત્તાવાર સંસ્થાન તરફથી રોજબરોજના કામકાજ અને પ્રવૃત્તિ તેમજ માહિતી પ્રસારણ માટે વોટ્સએપ મેસેજિંગ એપનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો કે સંસ્થાન દ્વારા આગામી 18મી મેથી વોટ્સએપ મેસેજિંગ એપનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
મુખ્ય કાર્યાલયનો નિર્ણયઃ આ નિર્ણય BAPS સંસ્થાના મુખ્ય કાર્યાલયથી લેવામાં આવ્યો છે. વોટ્સએપનો ઉપયોગ બંધ કરવાનો મેસેજ વાયરલ થતા બારડોલી વિસ્તારના હરિભક્તોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. સંસ્થા દ્વારા સંતોને કામકાજ માટે ટેલીગ્રામ એપ ડાઉનલોડ કરવાની સૂચના આપવામાં આવી છે. સંતોને પણ જેમણે મેસેજ કરવો હશે તેમણે ટેલીગ્રામ પર જ મેસેજ કરવો એવું જાણવા મળ્યું છે.
હરિભક્તોમાં આશ્ચર્યઃ વોટ્સએપ ન વાપરવાનો આ મેસેજ બારડોલી વિસ્તારમાં પણ વાયરલ થઈ રહ્યો છે. જેને કારણે મંદિરે કયા કારણોસર વોટ્સએપ બંધ કરવાનો નિર્ણય કર્યો તે અંગે લોકોમાં પ્રશ્નાર્થ ઊભા થયા છે. જો કે સરળતા ખાતર ટેલીગ્રામ ઉપયોગ કરવાનું નક્કી થયું હોવાનું વહેતા થયેલા મેસેજમાં જણાવવામાં આવ્યું છે. જો કે આ બાબતે સ્થાનિક સંતોએ કોઈપણ નિવેદન આપવાનું ટાળ્યું હતું. અગાઉ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા BAPS સ્વામિનારાયણ સંપ્રદાયમાં સત્તાવાર સંસ્થાન તરફથી રોજબરોજના કામકાજ અને પ્રવૃત્તિ તેમજ માહિતી પ્રસારણ માટે વોટ્સએપ મેસેજિંગ એપનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો કે સંસ્થાન દ્વારા આગામી 18મી મેથી વોટ્સએપ મેસેજિંગ એપનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.