હૈદરાબાદ: ગુજરાતનાં અમદાવાદ શહેરમાં ફરતી લક્ઝરી ખાનગી બસનો પ્રવેશ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. શહેરમાં ખાનગી બસોને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. આ મુદ્દે અમદાવાદના ખાનગી ટ્રાવેલ એજન્સીઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો: સુપ્રીમ કોર્ટ અનુસાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવામાં આવેલા ખાનગી બસનો અમદાવાદમાં પ્રવેશ નિષેધ યોગ્ય ચુકાદો છે. આથી આ ચુકાદામાં કોઈ ફેરફાર ન કરતાં પરિસ્થિતિ યથાવત રાખવાનો સુપ્રીમ કોર્ટે કહ્યું છે અને અરજી ફગાવી દીધી છે. પરિણામે હવે અમદાવાદમાં ખાનગી લક્ઝરી બસ પ્રવેશ કરી શકશે નહીં.
વાસ્તવમાં શું હતી સંપૂર્ણ ઘટના: અમદાવાદ શહેરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા લક્ઝરી ખાનગી બસનો સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી પ્રવેશ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણય વિરુદ્ધ ખાનગી બસ સંચાલકો દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, ગુજરાતનાં અમદાવાદમાં ખાનગી બસ સમચાલકોને 2004માં જિલ્લાના 18 રુટ પર 24/7 મજૂરી આપવામાં આવી હતી જેને હવે ગુજરાત હાઇકોર્ટે આ મંજૂરી ઉપર પ્રતિબંધ ફરમાવીને શહેરમાં પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે. જેના પરિણામે વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આમ ધંધા રોજગારના અધિકાર અને આરટીઓના નિયમોને ટાંકીને ખાનગી ટ્રાવેલ એજન્સીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
શું કહે છે હાઇકોર્ટ: હાઇકોર્ટના જણાવ્યા અનુસાર, જિલ્લામાં જે લોકો ખાનગી લક્ઝરી બસની સુવિધાઓ કરવા માંગે છે તેમના માટે આ વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારો સંચાલકોની છે. ઉપરાંત સામાન્ય નાગરિકો માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટને એક સમાન રીતે જોઇ શકાય તેવું શક્ય નથી. સુપ્રીમે હાઈકોર્ટના ઓર્ડરને યથાવત રાખતા પ્રાઇવેટ ટ્રાવેલ એજન્સીઓની અરજીને ડિસમિસ કરી દીધી છે.
આ પણ વાંચો: