ETV Bharat / state

બાંગલાદેશથી સુરત ભણવા આવેલ વિદ્યાર્થીઓ ચિંતાતુર, જાણો વિદ્યાર્થીઓનું પરિસ્થિતિ વિશેની વેદના... - bangladesh civil war - BANGLADESH CIVIL WAR

બાંગ્લાદેશમાં સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. બાંગ્લાદેશથી ભારતમાં ભણવા આવેલા વિદ્યાર્થીઓ પોતાના પરિવારને લઈને ચિંતામાં છે. ત્યારે સુરતમાં ભણવા આવેલ એક વિદ્યાર્થી ઈમોન અલીનું આ પરિસ્થિતિ વિશે શું કહેવું છે. જાણો આ વિશેષ અહેવાલમાં..., student worried about bangladesh situation

ઈમોન અલીએ તેના માતા-પિતા સાથે વાતચિત કરી
ઈમોન અલીએ તેના માતા-પિતા સાથે વાતચિત કરી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 7, 2024, 5:41 PM IST

ઈમોન અલીએ તેના માતા-પિતા સાથે વાતચિત કરી (ETV Bharat Gujarat)

સુરત: બાંગ્લાદેશમાં બે મહિના સુધી ચાલેલા અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલન બાદ વડાપ્રધાન શેખ હસીનાએ 5 ઓગસ્ટ, સોમવારે પદ પરથી રાજીનામું આપ્યું હતું. હિંસક વાતાવરણને કારણે શેખ હસીનાએ દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું. ત્યારે બાંગ્લાદેશમાં સર્જાયેલ સ્થિતને લઇને આસપાસના દેશના લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

ઈમોન અલીએ તેના માતા-પિતા સાથે વાતચિત કરી
ઈમોન અલીએ તેના માતા-પિતા સાથે વાતચિત કરી (ETV Bharat Gujarat)

બાંગ્લાદેશના પણ ઘણા વિદ્યાર્થીઓ ભારતમાં અભ્યાસ કરી રહ્યા છે. તેઓની પણ સતત ચિંતાઓ સરકાર અને તેઓના પરિવાર દ્વારા કરાઈ રહી છે. ત્યારે સુરત ખાતે આવેલ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો એક બાંગ્લાદેશી વિદ્યાર્થી પણ તેઓના દેશમાં ફેલાયેલ હિંસાના લઇને ચિંતામાં ડૂબી ગયો છે.

ઈમોન અલીએ શું કહ્યું જાણો: બાંગ્લાદેશની સ્થિતિ હાલ ખૂબ જ કફોડી બની છે. હિંસા અને પ્રદર્શનના કારણે ત્યાંના સ્થાનિક લોકો પણ હેરાન-પરેશાન થઈ રહ્યા છે. બાંગ્લાદેશથી અનેક વિદ્યાર્થીઓ ભારત ભણવા માટે આવ્યા છે. આ વિદ્યાર્થીઓ પોતાના પરિવારને લઈ ચિંતામાં છે. તેમાંથી એક સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભણનાર ઈમોન અલી છે. તે બીએ ઇકોનોમિક્સ કરી રહ્યા છે. હાલ જે પરિસ્થિતિ બાંગ્લાદેશમાં ઉદ્ભવી છે તેને લઈ ઈમોન પરિવાર માટે ચિંતાતુર બન્યો છે. તેને જણાવ્યું હતું કે, મારો પરિવાર ઢાંકામાં જ રહે છે અને સતત તેના સંપર્કમાં છું. બાંગ્લાદેશમાં વિરોધ શરૂ થયો એના બે દિવસ પહેલા સુરત આવ્યો હતો. મારા દેશમાં તણાવપૂર્ણ સ્થિતિથી સતત ટેન્શનમાં છું.

હું મારા વતન જઈ શકું એમ નથી: ઈમોન અલીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ ત્યાં તણાવની સ્થિતિ છે. માતા-પિતા, બહેન, બે ભાઈ હાલ ઢાંકામાં છે. ત્યાંની તણાવપૂર્ણ સ્થિતિના કારણે હું વારંવાર તેમને કોલ કરીને ત્યાંની સ્થિતિ અંગે માહિતી મેળવું છું. જો કે, હાલ તેઓ જણાવી રહ્યા છે કે, સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. તેમ છતાં ચિંતા તો રહેશે. હાલ બે દિવસ બાદ મારી પરીક્ષાઓ શરૂ થશે. જેના કારણે હું મારા વતન જઈ શકું એમ નથી. પરીક્ષા પૂર્ણ થયા બાદ ચોક્કસથી હું મારા વતન જઈશ.

  1. બાંગ્લાદેશની પરિસ્થિતિ કાપડ ઉદ્યોગને કેટલી અસર કરશે ? - Bangladesh civil war
  2. બાંગ્લાદેશની સ્થિતિ પર કેન્દ્ર સરકારની નજર, જાણો અત્યાર સુધી શું શું કર્યું - Bangladesh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.