સુરત: જિલ્લાના સૈયદપુરામાં 'વરિયાવી ચા રાજા' તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી. રાત્રે 9 વાગ્યા બાદ આ લોકોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો. આ બાદ વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. ગંભીર ઘટનાને જોતા તંત્ર પણ એક્શનમાં છે. સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે.
ગૃહ મંત્રીએ પોલીસને સૂચના આપી: ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચીને CCTVથી ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સૂચન કર્યા હતા. તેઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, પથ્થરમારા કરનાર લોકો સમાજના કસૂરવાર છે. જે પણ યુવાનો આવી માનસિકતા ધરાવે છે તેઓને સમજાવવાનો પ્રયાસ મુસ્લિમ સમાજના લોકો કરે, મને ભરોસો છે કે, મદ્રેસા અને મસ્જિદ સહિત અન્ય ધાર્મિક સંસ્થાના લોકો આવા યુવાનોને આવનારા દિવસોમાં સમજાવશે અને યોગ્ય દિશામાં વાળશે.
વહીવટી તંત્ર એક્શનમાં: સૈયદપુરા વિસ્તારમાં આજે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અત્યારે સૈયદપુરા પોલીસ ચોકીની આજુબાજુ જે દબાણ કરેલી મિલ્કતો છે. તેને તાત્કાલિક અસરથી દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ થતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. સુરત મહાનગરપાલિકાની ટીમ બૂલડોઝર લઈને પહોંચી ગઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળ ઉપર હાજર રહીને કાર્યવાહી કરાવી રહ્યા છે.
આ પણ વાંચો: