મુંબઈઃ કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSC પર, સેન્સેક્સ 250 પોઈન્ટના ઉછાળા સાથે 77,729.48ની સાપટી પર ખુલ્યો છે. જ્યારે NSE પર નિફ્ટી 0.19 ટકાના વધારા સાથે 23,611.80ની સપાટી પર ખુલ્યો છે.
બજાર ખુલતાની સાથે જ ઈન્ફોસીસ, ટીસીએસ, એચસીએલ ટેક, વિપ્રો નિફ્ટીમાં ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, એચયુએલ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
જાણો ગુરુવારનો વ્યવસાય: કારોબારી સપ્તાહના ચોથા દિવસે એટલે કે ગઈ કાલે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 171 પોઈન્ટના ઉછાળા સાથે 77,508.82 પર બંધ રહ્યો હતો. અને તે જ સમયે, NSE પર નિફ્ટી 0.27 ટકાના વધારા સાથે 23,578.85 પર બંધ થયો હતો. ઉપરાંત ટ્રેડિંગ દરમિયાન, CE ઇન્ફો સિસ્ટમ, રાષ્ટ્રીય કેમિકલ્સ, FACT, ચંબલ ફર્ટિલાઇઝર્સ જેવા કંપનીના શેર્સ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે પીએનબી હાઉસિંગ, સનોફી ઈન્ડિયા, પાવર ફાઈનાન્સ, એબીબી પાવર જેવી કંપની ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ થાય હતા.
વધારાને ઘટાડાએ સંતુલિત કર્યો: બેન્કિંગ શેરોમાં આવેલ વધારને આઇટી અને સરકાર હસ્તકના શેરોમાં થયેલ ઘટાડાને કારણે સંતુલિત કરી દીધો હતો. ઓટો, ફાર્મા અને પીએસયુ બેંકોમાં વેચાણ જોવા મળ્યું, જ્યારે મેટલ, રિયલ્ટી અને ઓઈલ એન્ડ ગેસમાં ખરીદી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, BSE મિડકેપ ઇન્ડેક્સ 0.5 ટકા વધ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 1 ટકા વધ્યો હતો.